Vadodara

ગોત્રી તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડાયાની શંકા, સ્થાનિકોમાં ચિંતા

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા તળાવમાં ફરીથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. તળાવના પાણીમાં સફેદ કલરનો ફેરફાર અને ફિલ વાળું પાણી જોવા મળતા સ્થાનિક રહીશોમાં ચિંતા ફેલાઈ છે. આ પહેલાં પણ ગત વર્ષે આવી જ ઘટના સામે આવી હોવાનું સ્થાનિકોનું કહેવું છે, ત્યારે પણ તળાવમાં કેમિકલ જેવા પાણીના લક્ષણો જોવા મળ્યા હતા. હવે ફરીથી આવું જ દૃશ્ય સામે આવતા એ આશંકા ઊભી થઈ છે કે નજીકની કોઈ ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાંથી કેમિકલ યુક્ત પાણી તળાવમાં છોડવામાં આવી રહ્યું છે. તળાવના પાણીનો રંગ બદલાતો હોવાને કારણે સ્થાનિકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. આવા પાણીના સંપર્કમાં આવતા તળાવમાં રહેલા માછલીઓ અને અન્ય જળચર જીવજંતુઓને નુકસાન થઈ શકે છે. સાથે સાથે આસપાસ રહેતા લોકોના આરોગ્ય માટે પણ આ પાણી જોખમરૂપ બની શકે છે તેવી ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે.

Most Popular

To Top