Vadodara

ગોત્રી કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલી બંધ ઓફિસમાં આગ

એન્ડેવર ઈન્ફોટેક પ્રા.લિમિટેડની બંધ ઓફિસના એસીમાં શોર્ટ સર્કિટ :

વડીવાડી ફાયર સ્ટેશનના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો : કોઈ જાનહાનિ નહિ

( પ્રતિનિધી )વડોદરા,તા.30

વડોદરા શહેરમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી તરફ આગજનીના બનાવો પણ સામે આવી રહ્યા છે, તેવામાં આજે ગોત્રી વિસ્તારમાં આવેલા કલ્પવૃક્ષ કોમ્પલેક્ષના ચોથા માળે એન્ડેવર ઈન્ફોટેક પ્રા.લીની બંધ ઓફિસમાં એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. બનાવની જાણ કરવામાં આવતા વડી વાડી ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં ઓક્સિજન માસ્ક પહેરી આગ પર કાબુ મેળવ્યો હતો.

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રીના કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સમાં આવેલી એક બંધ ઓફિસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઓફિસમાંથી ધુમાડા નીકળતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. જ્યારે સમગ્ર ઓફિસમાં ધુમાડો પ્રસરી જતા ફાયર બ્રિગેડના જવાનોને ઓક્સિજન માસ્ક પહેરીને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટેની ફરજ પડી હતી.

કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સના ચોથા માટે આવેલી એન્ડેવર ઈન્ફોટેક પ્રાઈવેટ લિમિટેડની બંધ ઓફિસમાં આગ લાગી હતી. આ અંગે વડીવાડી ફાયર સ્ટેશનના અર્જુનદાન ગઢવીએ જણાવ્યું હતું કે મુખ્ય કન્ટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો હતો કે, કલ્પવૃક્ષમાં ચોથે માળે 402 નંબરમાં બંધ મકાનમાં આગ લાગેલી છે. અમે ઘટના સ્થળે આવીને જોતા બાજુના ફ્લેટમાંથી જોયું તો એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું લાગી રહ્યું હતું. જ્યારે ઈક્વિપમેન્ટની મદદથી મકાનમાં પ્રવેશી આગ ઓલવી નાખી હતી અને વેન્ટિલેશન માટે બારી બારણા ખોલી નાખવામાં આવ્યા હતા. સામાન્ય નુકસાન થયું છે.

બનાવને પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી. સદ નસીબે કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ થતા ટળી હતી.

Most Popular

To Top