Vadodara

ગોત્રી ઉમંગ સોસાયટીના રોડ પાસેથી કારમાંથી શરાબની બોટલ સાથે બે ઝડપાયા

પોલીસે બે ઇસમોને કાર અને શરાબની બોટલ સહિત કુલ રૂ 2,50,000 ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી*

( પ્રતિનિધિ) વડોદરા તા 01

ગોત્રી પોલીસે ગત તા.31 મે ના રોજ રાત્રે આશરે સાડા દસ વાગ્યાની આસપાસ ઉમંગ સોસાયટી સામે રોડ પર શંકાસ્પદ ઉભેલી કારમાં તપાસ કરતાં કારમાં પાછળની સીટ પર બેઇસમોને શરાબની બોટલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં નશો કરીને ફોર વ્હીલર ચલાવતા લોકો અન્ય રાહદારીઓ માટે જોખમી બની રહ્યાં છે. ત્યારે ગત તા. 31 મે ના રોજ રાત્રે 10:35 કલાકે ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ને ઉમંગ સોસાયટી પાસે એક મારૂતિ બલેનો ફોર વ્હીલર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-જે ક્યુ -9934 શંકાસ્પદ હાલતમાં ઉભેલી જણાતાં તે ફોરવ્હિલરમા તપાસ કરતાં પાછળની સીટ પર બે ઇસમો ઇંગ્લિશ દારુની બોટલ સાથે જણાતાં તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેઓની પૂછપરછ કરતાં તેઓએ પોતાનું નામ નીતેશ ઠાકોરભાઇ પરમાર હોવાનું તથા પોતે મકાન નંબર 97,ઓમ સોસાયટી, ગોકુલ પાર્ટી પ્લોટ સામે, ગોત્રી રહેતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજા ઇસમે પોતાનું નામ મુકેશ જગદીશભાઇ માળી હોવાનું તથા પોતે જવાહરનગર સોસાયટી, વાસણા રોડ ખાતે રહેતા હોવાનું જણાવ્યું હતું. તેઓ પાસેથી અંગ્રેજી શરાબની બોટલ જેમાં 200 એમ.એલ.દારુ મળી આવતા તેઓની અટક કરી કાર સહિત આશરે રૂ 2,50,000 ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top