ગ્રાહકે ભોજન ખાતાં સબ્જીમાં મરેલો વંદો જોતાં સ્તબ્ધ થઈ ગયો; રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ગુણવત્તા પર મોટો સવાલ ઊભો થયો.
વડોદરા હરીનગર ગોત્રી વિસ્તારમાં આવેલી શ્રી સ્વાગત રેસ્ટોરન્ટ તેની સ્વચ્છતા અને ગુણવત્તાના મુદ્દે વિવાદમાં સપડાઈ ગઈ છે. ગઈકાલે, 23 જૂનના રોજ એક ગ્રાહકે રેસ્ટોરન્ટમાં ભોજનનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તેણે સબ્જી ખાવાનું શરૂ કર્યું, ત્યારે સબ્જીમાંથી એક મરેલો વંદો નીકળતાં ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો હતો.
ગ્રાહકે તાત્કાલિક આ અંગે રેસ્ટોરન્ટના સંચાલકોનું ધ્યાન દોર્યું હતું. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે રેસ્ટોરન્ટ ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રહી છે. ખાદ્ય પદાર્થોમાં આવા જીવજંતુઓ નીકળવા એ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

પાલિકાની ખોરાક શાખા રોડ પર ગંદકી કરનારાઓ પાસે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. અને હાલ થોડા દિવસો અગાઉ પાણી પૂરી વિક્રેતા ને ત્યાં દરોડા પડી કેટલોય સમાંન સ્થળ પર નાશ કર્યો હતો અને કેટલો જપ્ત કર્યો હતો. ત્યારે પાલિકા સ્વાગત રેસ્ટોરન્ટ પર કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.