દુકાન કે દસ્તાવેજ આપ્યા નહી, નાણા પરત માંગવા છતાં ખોટા વાયદા બતાવતા ઠગ મહિલા સામે ફરિયાદ
શરૂઆતમાં રૂ.3.89 લાખ સામે પ્રોફિટ સાથે રૂ.5.28 લાખ પરત આપી ઠગ મહિલાએ વિશ્વાસ કેળવ્યો
પ્રતિનિધિ વડોદરા તા.9
ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાને તેમની મહિલા મિત્રે જ રૂ. 9.79 લખનો ચૂનો ચોપડ્યો હતો. મહિલાને આવાસની દુકાન અપાવવાનું કહીને તેમની પાસેથી એડવાન્સ પેટે રૂપિયા 9.79 લાખ પડાવી લીધા હતા. પરંતુ ઘણો સમય થઇ ગયો પરંતુ કોઇ દુકાન કે દસ્તાવેજ આપ્યાં ન હતા. વારંવાર કહેવા છતાં દુકાન કે રૂપિયા આપતી ન હતી. જેથી આખરે મહિલાએ ઠગ મહિલા વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં લાઈફ અરેના સોસાયટીમાં રહેતા હેતલબેન હેમંતકુમાર ચાવડાની મિત્ર મિત્તલ સ્વામી સાધુ ગત 19 માર્ચના રોજ તેની માતા વર્ષાબેન સાથે તેમને મળવા માટે આવી હતી. દરમિયાન મિત્તલ સાધુએ તેને કહ્યું હતું કે તમારે મકાન અને દુકાન લેવી હોય તો જણાવજો હુ સરકારી આવાસના મકાનો અપાવવાનું કામ કરું છું. ઉપરાંત બાદમાં મિત્તલ સાધુએ ફોન કરીને ગાડીના ઈન્યોરન્સ તથા રૂપિયા ઈન્વેસ્ટ કરવા માટેની કામગીરી પણ કરી રહી છે તેવું કહ્યું હતું. થોડા દિવસો બાદ ફરી ઘરે મિત્તલ મહિલાના ઘરે આવી હતી ત્યારે તેમના સાસુ અને પતિ હાજર હતા. ત્યારે તેણે કહ્યું હતું કે તે ગાડીઓના ઈન્સ્યોરન્સનું કામ કરે છે જો તમે તેમાં રોકાણ કરશો તો તમને સારો પ્રોફિટ થાય તેમ છે. જેથી મહિલા અને તેના પતિ તેની વાતોમાં આવી ગયા હતા અને રોકાણ કરવા માટે રાજી થઇ ગયાં હતા. રોકાણ કરવા માટે મહિલાએ તેના તથા તેમના પતિના બેન્ક ખાતામાંથી મિત્તલ સાધુએ આપેલા બેન્ક એકાઉન્ટમાં રૂ.3.89 લાખ ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં મિતલ સાધુએ તેમને પ્રોફીટ સાથે સાથેની રકમ એપ્રિલ મહિનામાં રૂ.5.28 લાખ પરત પણ આપી હતી. દરમિયાન મહિલાએ પતિને દુકાન લેવાનું પ્લાનિંગ કર્યું હતું. જેની વાત મહિલાએ મિતલ સાધુને કરી હતી. ત્યારે મિત્તલ સાધુ તેમના અધાર કાર્ડ, પાન કાર્ડ ફોટો તથા બેન્ક ખાતાની બેંક ડીટેલ તથા રેશન કાર્ડ ઓરિજીનલ લઈ જઈ લોનનું વેરીફીકેશન કરાવ્યું હતું. મિત્તલ સાધુ તમામ ડોક્યુમેન્ટ્સ બીજા દિવસે પરત પમ આપી ગઇ હતી. ત્યારબાદ મિત્તલે ભાયલી વિસ્તારમાં આવાસની દુકાનો બતાવી હતી અને કહ્યું હતું કે દુકાનના મેન્ટેનન્સ અને દસ્તાવેજ પેટે એડવાન્સ સહિત રૂપિયા આપવા પડશે. જેથી મહિલાએ તેમની નણંદ અને જેઠાણી પાસેથી લઇ રૂ. 9.79 લાખ મિત્તલ સાધુને આપ્યાં હતા. ત્યારબાદ ઘણો સમય થઇ ગયો હતો તેમ છતાં દુકાન મિત્તલ સાધુએ અપાવી ન હતી કે દસ્તાવેજ પણ કરી આપ્યા ન હતા. જેથી તેની પાસે ચૂકવેલા રૂપિયા 9.79 લાખ પરક માંગવા છતાં તેણી આપતી ન હોય તેના મહિલા વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.