Vadodara

ગોત્રીના સરકારી હોસ્પિટલમાં સૂતેલા દર્દીઓના ખિસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી કરતા ઇસમનો વિડિયો વાયરલ

હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા પર ઉઠ્યા સવાલો

( પ્રતિનિધિ) વડોદરા તા. 31

શહેરના ગોત્રી સરકારી હોસ્પિટલમાં સૂતેલા દર્દીઓના ખિસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી કરતા ઇસમનો સીસીટીવી ફૂટેજ સામે આવતા હોસ્પિટલમાં દર્દીઓની તથા તેમના સામાનની ની સુરક્ષા પર ઉઠ્યા સવાલો.સંપૂર્ણ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

શહેરમાં એસ એસ જી હોસ્પિટલ તેમજ ગોત્રી સરકારી હોસ્પિટલમાં તેમજ જમનાબાઇ જનરલ હોસ્પિટલમાં જરુરિયાતમંદ અને આકસ્મિક બનાવોના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે આ તમામ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા પણ મૂકવામાં આવેલી છે તેમ છતાં દર્દીઓના સામાનની ચોરી થવાના બનાવો બનતા રહે છે ત્યારે હાલમાં વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ગોત્રી ખાતેના સરકારી હોસ્પિટલમાં સૂતેલા દર્દીઓના ખિસ્સામાંથી રાત્રે મોબાઇલ ફોનની ચોરી કરતા ઇસમ કેદ થયા હતા આ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા છે છતાં પણ દર્દીઓના સામાનની ચોરી થવાની ઘટના બનતી હોય છે ત્યારે આ સીસીટીવી ફૂટેજ સામે આવતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top