Vadodara

ગોત્રીના યુવાનની બાઈકને ટક્કર મારવાનો કાર ચાલકનો પ્રયાસ


વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અનિકેત દેસાઈ તેના મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યા હતા તે દરમિયાન ફોર વ્હીલર ચાલકે બાઈક સવારને ટક્કર માર મારવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ બાઈક ચાલકે કર્યો હતો.



વડોદરા શહેરના ગોત્રી યોગીનગર ખાતે રહેતા અનિકેત દેસાઈ તેમના મિત્ર સાથે બાઈક પર હરિ નગર ખાતે કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ફોર વ્હીલર ચાલકે યસ કોમ્પ્લેક્સ પાસે ટક્કર મારી તેને માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. તેના મિત્ર દિપક અને આર્યન તેમને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ લઈ ગયા હતા. તેમનું કહેવું હતું કે હું જતો હતો ત્યારે ચાલકે મારી બાઇકને ટક્કર મારી હતી . કારમાંથી બીજા અન્યએ ઉતરીને મને મોઢાના ભાગે અને નાકના ભાગે માર માર્યો હતો. તેથી મારા નાકમાંથી અને મોઢામાંથી લોહી નીકળતા મારા મિત્રો મને સારવાર માટે હોસ્પિટલ ખાતે આવ્યા હતા. મેં પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

બે પક્ષ વચ્ચે નહિ જેવી બાબતે ઝઘડો થયો હતો. તેને લઈને સામસામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી . તે અંગે સામેવાળા પક્ષના લતાબેને જણાવ્યું હતું કે અમે ગોત્રી સાઈડ થી ઘરેથી નીકળ્યા હતા. કોઈ અંગત કામ હતું તે દરમિયાન સામેવાળા પક્ષો બાઈક ઉપર ત્રણ સવારી હતા ત્યારે અમારી કાર ની આગળ રીક્ષા આવી જતા બ્રેક મારી હતી અને ત્યારબાદ તેઓ ત્યાંથી નીકળ્યા હતા અને ગોત્રી મેડિકલ હોસ્પિટલની બહાર આ ત્રણ સવારી બાઈક ઉપર આવીને ગાડી રોકાવી હતી અને મારા મિસ્ટરને ઢિંક મારવામાં આવી હતી . જેને લઈને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારીની ઘટના
બની હતી .

Most Popular

To Top