Vadodara

ગેસલાઈનનુ લીંકેજ શોધવા ખાડા ખોદયા તો પાણીના ફૂવારા ઉડયા

વડોદરા કોર્પોરેશનનો 1 સાંધે ત્યાં 13 તૂટે તેવો ઘાટ

કોર્પોરેશનમાં સંકલનના અભાવે ખાડા ખોદતી વખતે પાણીની લાઈનમાં પડયુ ભંગાણ

વડોદરા પાલિકા તંત્ર એક સાંધે તો તેર તુટે જેવો ઘાટ માંજલપુર સ્પંદન સર્કલ પાસે બે દિવસ અગાઉ ગેસ લાઇન લીકેજ થવાના કારણે ભીષણ આગ લાગી હતી. આગના કારણે પાચ દુકાનો સહિત 10 મકાનો ઘર વકરી બળીને ખાક થઈ ગઈ હતી. આગના બનાવ બાદ ગેસ કંપનીમાંથી ગેસ લીકેજ શોધી રિપેર કરવા માટે બીજા દિવસે ટીમ આવી હતી. પરંતુ તેમની પાસે કોઈ યોગ્ય માહિતી નહીં હોવાથી છ થી સાત જગ્યાએ ગેસ લીકજ શોધવા ખાડા કરી નાખ્યા હતા. પરિણામે એક જગ્યાએથી પાણીની લાઈન તૂટી ગઈ હતી. પરિણામે જગ્યાએથી ઊંચે સુધી પાણીના ફુવારા ઉડવા માંડયા હતા. આ ફુવારા એકાદ ક્લાક જેવા ઉડતા રહેવાથી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું અને આસપાસની દુકાનો વાળાને પીવાના પાણીની ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

સાતથી આઠ ફૂટ ઊંચા ઉડયા પાણીના ફુવારા. બાજુમાં જ કોર્પોરેશનની દક્ષિણ ઝોનની ઝોનલ કચેરી હોવા છતાં તંત્ર અજાણ. પાણીની લાઈનમાં ભંગાણ પડતા લોકોને ઓછા પ્રેશરથી મળ્યું પાણી પુરવઠા.

એક તરફ લોકોને નથી મળી રહ્યું પાણી તો બીજી તરફ પાણીનો થઈ રહ્યો છે વેડફાટ. ઉનાળાની કાળજાળ ગરમીમાં લોકોને પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં નહીં મળતા રોષ. કોર્પોરેશનના વિવિધ વિભાગો સંકલનમાં રહી કામગીરી કરે તેવી રહેશે કરી માંગ.

કોર્પોરેશનમાં સંકલનના અભાવે ખાડા ખોદતી વખતે પાણીની લાઈનમાં પડયુ ભંગાણ :-
સ્થાનિક રહીશોએ આ અંગે ભારે વિરોધ કરીને પાણીની પાઈપલાઈનનું લીકેજ રીપેર કરવા અથવા તો નવી લાઈન નાખવા બાબતે વારંવાર રજૂઆત કરી હતી આમ છતાં પણ હજી સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી. આથી ત્રાહિમામ થયેલા સ્થાનિક રહીશોની તરફેણમાં પાણી લીકેજ
રીપેરીંગ ન થાય અથવા તો નવી લાઈન ન નંખાય ત્યાં સુધી શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ માંજલપુર સ્પંદન સર્કલ નજીક આજે બપોરે ૧૨ વાગ્યાથી અનિશ્ચિત સમય સુધી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. તેમ છતાં પાલિકાની ટીમ બપોર સુધી પાણીની લાઈન રીપેરીંગ કરવા આવી નથી.

Most Popular

To Top