Vadodara

ગેંડા સર્કલ તથા ફતેગંજ બ્રિજ નીચે નોકરિયાતે પાર્ક કરેલા ટુ વ્હીલરની ચોરી કરનાર 2 રીઢા આરોપી ઝડપાયા



વડોદરા તા.12
નોકરીયાત વર્ગ દ્વારા પોતાની બાઈક ગોરવા ગેંડા સર્કલ પાસે તેમજ ફતેગંજ બ્રીજ નીચે પાર્ક કરી અલગ અલગ જગ્યા પર ફરજ નિભાવતા જતા હોય છે. પરંતુ આ પાર્ક કરેલી બાઈકનું તાળું તોડી ચોરી કરનાર બે રીઢા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરીના 4 ટુ વ્હીલર કબ્જે કરી પોલીસે વાહન ચોરીના 6 ગુના ડીટેકટ કર્યા છે.

વડોદરા શહેરમાં બનતા વાહનચોરીના ગુનાઓ અટકાવવાની તેમજ વડોદરા શહેરમાં વાહનચોરીના ગુનાઓ કરનાર ચોરને શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમ્યાન મળેલી માહીતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરણી વારસીયા રીંગ રોડ ખાતેથી અગાઉ વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલા રીઢા ચોર દુર્ગેશ ગીરીશકુમાર ઠાકોર (રહે.જયનારાયણ કુંજ સોસાયટી છાણી ગામ વડોદરા મુળ રહે.શ્રધ્ધા પાર્ક સોસાયટી, હરણી વારસિયા રીંગ રોડ, વડોદરા)ને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી પાડ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી મોટર સાયકલના પેપર્સ કે આધાર પુરાવા માંગતા તેની પાસે ન હતા. જેથી આ તેની કડકાઈથી પુછપરછ કરતાં તેણે ગોરવા ગેંડા સર્કલ અને ફતેગંજ બ્રીજ નીચેના ભાગને ટાર્ગેટ કરી મોટા ભાગે વડોદરા શહેરમાં રહેતા અને નોકરીના કામે વડોદરા શહેરથી બહાર જતા નાગરીકો તેમની મોટર સાયકલ ગેંડા સર્કલ પાસે તેમજ ફતેગંજ બ્રીજ નીચે પાર્ક કરતા હોય છે.
તેને આ પાર્ક કરેલા વાહનો પૈકી ચાર બાઇક ચોરી કર્યા બાદ હાથીખાના ખાતે રહેતા નોમાન સબ્બીર વ્હોરા તેમજ અન્ય વ્યક્તિને આપ્યા હોવાનું જણાવ્યું હતું. આ બન્ને ઇસમોને શોધી કાઢી તેમની પાસેથી ત્રણ મોટર સાયકલ કબજે કરાઈ છે. આ ચોરીના વાહનો લેનાર નોમાન વ્હોરાનાએ આરોપી દુર્ગેશ ઠાકોર પાસેથી આર્થીક ફાયદા માટે લીધેલ ચોરીના વાહનો પૈકીની એક બાઈકને સ્ક્રેપમાં તોડી નાંખેલાનુ અને એક ચોરીની બાઇક અન્ય વ્યક્તિને આપી દીધી હતી. ગોરવા અને ફતેગંજ પોલીસ સ્ટેશનના 6 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાર બાઇક મળી રૂપે 1.26 લાખનો મુદ્દા માલ કબજે કરીને જે તે પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. દુર્ગેશ ગીરીશકુમાર ઠાકોર 13 ટુ વ્હીલર ચોરીના ગુનાઓમાં તથા સબ્બીરભાઈ વ્હોરાનો અગાઉ સીટી પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયો છે.

Most Popular

To Top