Vadodara

ગુ.મા અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે વિવિધ પરીક્ષાની તારીખો જાહેર

શૈક્ષણિક વર્ષ 2025-26માં ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષાની તારીખમાં ફેરફાર

અગાઉ 11 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર દરમિયાન જૂનથી ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ લેવાનો હતો

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

શૈક્ષણિક સંઘોની રજૂઆત બાદ શૈક્ષણિક વર્ષ 2025-26 માં ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જૂનથી ઓગસ્ટ માસ સુધીના અભ્યાસક્રમ માટે 11 સપ્ટેમ્બર થી તા.20 સુધી આ પરીક્ષા યોજાનાર હતી. જોકે તેમાં ફેરફાર કરીને જૂનથી સપ્ટેમ્બર માસ સુધીના અભ્યાસક્રમ માટે તા.3 થી 13 ઓક્ટોબર દરમિયાન આ પરીક્ષા લેવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માં ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પહેલા ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા તારીખ 11 સપ્ટેમ્બર થી તારીખ 20 સપ્ટેમ્બર દરમિયાન લેવાની હતી. જોકે પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવા અંગે શૈક્ષણિક સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે મળેલી શૈક્ષણિક સમિતિની બેઠકમાં પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવા અંગે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે હવે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા અગાઉ જૂન માસથી ઓગસ્ટ માસ સુધીના અભ્યાસક્રમ માટે લેવાની હતી. જે તારીખમાં ફેરફાર કરીને હવે જૂન માસથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમ માટે તારીખ 3 ઓક્ટોબરથી તારીખ 13 ઓક્ટોબર દરમિયાન આ પરીક્ષા લેવાની રહેશે. આ બાબતની જાણ તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને કરવા માટે ની સૂચના જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવી હતી. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે જાહેર કરાયેલી વિવિધ પરીક્ષાની તારીખોમાં ધો.10 અને 12ની પૂરક પરીક્ષા માટે સંભવિત તારીખ 16 જૂનથી 26 જૂન , પ્રથમ પરીક્ષા ધો.9 થી 12 માટે તમામ પ્રવાહની તા.11 થી 20 સપ્ટેમ્બર, પ્રિલીમ/દ્વિતીય પરીક્ષા ધો.9 થી 12 તમામ પ્રવાહ માટે 16 જાન્યુઆરી 2026 થી તા.24 જાન્યુઆરી સુધી, પ્રખરતા શોધ કસોટી ધો.9 માટે તા.28 જાન્યુઆરી 2026, બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક – પ્રાયોગિક ધો.10-12 તમામ પ્રવાહ તા.30 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી, પ્રાયોગિક પરીક્ષા ધો.12 વિજ્ઞાન પ્રવાહની તા.5 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી , એસએસસી-એચએસસી બોર્ડની પરીક્ષા ધો.10-12 તમામ પ્રવાહ 26 ફેબ્રુઆરીથી તા.16 માર્ચ સુધી, જ્યારે શાળાકીય વાર્ષિક પરીક્ષા ધોરણ 9 અને 11 ની તમામ પ્રવાહ માટેની નવું એપ્રિલ 2026 થી તારીખ 20 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. જ્યારે આ પરીક્ષાઓમાં ધોરણ 9 થી 12 નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. પ્રથમ પરીક્ષા માટે જૂનથી ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને 12 ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. જ્યારે ધોરણ નવ અને 11 ની દ્વિતીય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બરમાં સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જૂનથી ઓગસ્ટ સુધીના અભ્યાસક્રમના 30% અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના અભ્યાસક્રમના 70% અભ્યાસક્રમ રહેશે. જ્યારે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ નવ અને 11 ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.

Most Popular

To Top