Vadodara

ગુરુવારે સાંજે ફરી એકવાર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી…

પવન સાથે વરસાદ પડવાની આગાહી, ગરબા આયોજકો ચિંતિત, કેટલાય મેદાનોમાં વરસાદી પાણી ભરાયા

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઇ છે.

શહેરમાં બુધવારે વાવાઝોડા સાથે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો હતો જેમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે ગુરુવારે સાંજે ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં શહેરના ગરબા મેદાનોમાં વરસાદી પાણી ભરાયા હતા.નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે અને બીજી તરફ વરસાદની આગાહી વચ્ચે સતત બે દિવસથી વરસાદ વરસતાં નવલખી, વીએનએફ, યુનાઇટેડ વે, કારેલીબાગ ગરબા સહિતના મેદાનોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે આયોજકોએ દોડધામ કરવાનો તથા ગરબા મેદાનોમાંથી વરસાદી પાણીના નિકાલ કરવાથી માંડીને માટી, ક્વોરીડસ્ટ સહિતના ખર્ચા કરવાનો વારો આવ્યો છે. જ્યારે બીજી તરફ નાના ગરબા આયોજકો સામે મર્યાદિત બજેટમાં ખર્ચા વધી જતાં ગરબા કરવા કે કેમ તે અંગેની મૂંઝવણમાં મૂકાયા છે.

Most Popular

To Top