ગુરુવારે મહત્તમ તાપમાન 40.8ડિગ્રી સે., લઘુત્તમ તાપમાન 24.4 ડિગ્રી સે. નોધાયુ હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 25% રહેવા પામ્યું હતું.
(પ્રતિનિધિ) વડોદરા તા. 10
છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો 40ડિગ્રી સેલ્સિયસ નોધાયો હતો પરંતુ ગત ત્રણ દિવસથી મહત્તમ તાપમાન 40ડિગ્રી થી વધીને 43ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા જો કે ગુરુવારે મહત્તમ તાપમાન 2.2ડિગ્રી ઘટતાં લોકોને થોડુંક તાપમાન ઘટયું હતું પરંતુ ભેજનું પ્રમાણ 25% સુધી પહોંચી જતાં લોકોને બફારાનો અનુભવ થયો હતો શહેરમાં ગુરુવારે મહત્તમ તાપમાન 40.8ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 24.4ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 25%રહેવા પામ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા હજુ પણ ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ અને તેની આસપાસ રહેવાની આગામી તા 14 એપ્રિલ સુધી આગાહી વ્યક્ત કરી છે ત્યારે શહેરના સયાજીબાગમા પ્રશાસન દ્વારા પ્રાણીઓ માટે ગ્રીન નેટ તથા પાણીના છંટકાવ ની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના રાજમાર્ગો બપોરે સુમસામ જોવા મળી રહ્યાં છે જો કે બપોરે 1 થી 4 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેતા વાહનચાલકોને બપોરના તડકામાં ચારરસ્તા પર ઉભા રહેવામાથી મુક્તિ મળી છે.
ઉતર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સાબરકાંઠા, બનાસકાંઠા કડી કલોલ ગાંધીનગર ભૂજ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ગરમીનો કહેર વર્તાઇ રહ્યો છે
