દિવાળીના દિવસે ગલ્લા પર મહિલા પર જીવલેણ હુમલો,
*
ભરૂચ LCB પોલીસે બે આરોપીંને ઝડપી પાડ્યા,એક વોન્ટેડ જાહેર
ભરૂચ,તા.3
દિવાળીના દિવસે ગુમાનદેવ-નાના સાંજા ત્રણ રસ્તે ગલ્લો ચલાવતી મહિલાને બે અજાણ્યા શખ્સે ચપ્પુ વડે કાનની નીચેનાં ભાગે અને છાતીમાં ત્રણ વખત જીવલેણ હુમલો કરીને ખૂન કરવાનો પ્રયાસ કર્યો હતો.સમગ્ર મુદ્દે ભરૂચ LCBએ તપાસ કરતા ઈજાગ્રત મહિલાનો પતિ હુમલામાં સંડોવાયેલો હોવાથી હુમલાખોર સહીત બે જણાની ધરપકડ કરવામાં આવી હતી.
ગુમાનદેવ-નાના સાંજા ત્રણ રસ્તા ખાતે પટેલ લસ્સી સેન્ટર અનિતાબેન યોગેશભાઈ પટેલ (રહે-બોરીદ્રા,તા-ઝઘડિયા) ચલાવતા હતા.દિવાળીના દિવસે તા-31મી ઓક્ટોબરનાં રોજ સાંજે ચારેક વાગ્યે એક અજાણ્યો ઇસમ (આરોપી-કુળવેશભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રવીણભાઈ વસાવા (ઉ.વ.25, રહે-ફાધર ક્વાટર,ઝઘડિયા,જિ-ભરૂચ) ગલ્લા પર આવીને સિગારેટ પીવા માંગી હતી.અને આ ગલ્લા પર સતત બે કલાક બાદ સિગરેટ પીધા બાદ મોકો જોઈને અજાણ્યા ઇસમેં ચપ્પુ વડે અનિતાબેનનાં કાન નીચેથી ગળાના ભાગે અને છાતીનાં ભાગે ત્રણ ઘા કરીને તેણીનું ખૂન કરવાનો પ્રયાસ કર્યો હતો.જો કે ગંભીર ઈજા થતા સારવાર અર્થે દાખલ કરીને ઝઘડિયા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
સમગ્ર મુદ્દો ખુબ જ ગંભીર હોવાથી અને જાહેરમાં ખૂન કરવાના પ્રયાસ સામે ભરૂચ LCB પોલીસે PI એમ.પી.વાળા તેમજ PSI વી.બી.બારડ,PSI એમ.એમ.રાઠોડની ટીમ દ્વારા પ્રયાસ આદરીને હ્યુમન ઇન્ટેલિજન્સ હેઠળ ઈજાગ્રસ્ત અનિતાબેનનો પતિ યોગેશ પટેલની સંડોવણી જણાઈ આવી હતી.જેને લઈને યોગેશ ડાહ્યાભાઈ પટેલ (ઉ.વ.36)ને ઝઘડિયા પોલીસમાં બોલાવીને પૂછપરછમાં ક્રોસ ઈન્કવાયરી કરતા એ ભાગી પડીને પોલીસ વિભાગમાં કબુલાત કરી હતી કે ઈજાગ્રસ્ત પત્ની અનિતાબેન ઘણા સમયથી અવાર-નવાર ખુબ જ ત્રાસ આપતી હોવાથી તેનું ખૂન કરવા માટે મિત્રો પૈકી કુળવેશભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રવીણભાઈ પટેલ તેમજ કિરણભાઈ વસાવા (પિતાનું નામ ખબર ન હોવાથી તેની માતા અંબાબેન છે) રહે- સિંગલ ફળિયું,તા-ઝઘડિયાને એમ જણાવ્યું હતું કે મારી ઘરવાળી અનીતાનાં ત્રાસથી કંટાળી ગયો છું એને પતાવી દેવાની છે.અને આ ઘટનાને અંજામ આપતા ગળામાં ચેઈન સહીત દાગીના ચોરી લેવાથી લુંટનાં ઈરાદે હત્યા થઇ હોવાનું પોલીસને લાગે.જેને લઈને તેઓના પ્લાન પ્રમાણે છેલ્લા પંદર દિવસથી પ્રયાસ કરતા હતા પણ મોકો ન મહ્યો હતો.અંતે દિવાળીના દિવસે જ અનિતાબેન પર જીવલેણ હુમલો કર્યો હતો.ભરૂચ LCB પોલીસે ઈજાગ્રસ્ત મહિલાનો પતિ યોગેન્દ્રભાઈ ઉર્ફે યોગેશ ડાહ્યાભાઈ પટેલ તેમજ કુળવેશ ઉર્ફે કાળું પ્રવીણભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી.જયારે કિરણ વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
ગુમાનદેવ ત્રણ રસ્તા પર ગલ્લો ચલાવતા મહિલા પર હુમલો કરાવનાર ખુદ તેનો પતિ નીકળ્યો
By
Posted on