Vadodara

ગુજસીટોકના સિકલીગર આરોપીના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર

પ્રતિનિધિ વડોદરા તા.2
વડોદરા શહેરના મકરપુરા સહિતના અલગ અલગ વિસ્તારમાં સિકલીગર ગેંગ દ્વારા ગુનાને અંજામ આપવામા આવતો હતો. જેથી મકરપુરા પોલીસ દ્વારા આ ગેંગ સામે ધી ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 ( ગુજસીટોક) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક આરોપીઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યાં હતા. ત્યારે આ ગુનામાં નાસતા ફરતા અજયસિંગ દર્શનસિંગ દુધાણ (સિકલીગર) ગત 22 જાન્યુઆરીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને 2 ફેબ્રુઆરીના સુધીના રિમાન્ડ પર હતો. દરમિયાન રિમાન્ડ પુરા થતા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (ગુજસીટોક) રઘુવીર પંડ્યા દ્વારા દલીલો કરી હતી. જેમાં મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને ફર્ધર 4 દિવસના એટલે કે 6 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કરાયા છે.

Most Popular

To Top