કુખ્યાત બૂટલેગરના દારૂનું નેટવર્ક જાણવા માટે તેના 5 દિવસના રિમાન્ડ પોલીસે મેળવાયાં
જેલમાં સજા કાપતા આરોપી હરીશ ઉર્ફે હરી બ્રહ્મક્ષત્રીયની ટ્રાન્સફર વોરંટ દ્વરા ધરપકડ કરાઇ
પ્રતિનિધિ વડોદરા તા.31
ગુજરાત સહિત વડોદરા શહેરમાં દારૂનું નેટવર્ક ચલાવનાર અલ્પુ સિંધી સંચાલિત ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. બીજી તરફ પોલીસ દ્વારા ધરપકડ કરેલા ત્રણ આરોપી પૈકી કમલેશ ડાવર અને રવિ દેવજાણીના રિમાન્ડ પુરા થતા તેમને ફર્ધર રિમાન્ડ માટે રજૂ કરતા બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. બીજી તરફ બૂટલેગર જુબેર મેમણના દારૂનું નેટવર્કની માહિતી મેળવવા માટે 5 દિવસના રિમાન્ડ મેળવાયા છે. જ્યારે હરી બ્રહ્મક્ષત્રીયની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી લેવાઈ છે.
અન્ય રાજ્યોમાંથી વડોદરા શહેર સહિત ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર લિસ્ટેડ બૂટલેગર અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી અન્ય કુખ્યાત બૂટલેગરો સાથે મળીને એક ગેંગ ઉભી કરી હતી. ત્યારબાદ સમગ્ર દારૂનું નેટવર્ક ચલાવતા હતા. જેથી વડોદરા શહેરના પોલીસ દ્વારા અલ્પુ સિંધી સંચાલત ગેંગના વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધી કમલેશ ડાવર, અને રવિ દેવજાણી અને યશ ચાવડાની ધરપકડ કરી કરવામાં આવી હતી ને તેમની વધુ પૂછપરછ કરવા માટે તેમને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ત્યારે કમલેશ અને રવિના રિમાન્ડ પુરા થતા એસીપી દ્વારા તેમને ફર્ધર રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે કોર્ટ દ્વારા બંને રિમાન્ડ નામંજૂર કરીને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. બીજી તરફ લિસ્ટેડ બૂટલેગર જુબેર મેમણ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા ધરપકડ કરાઇ હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરીને 30 દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે 5 દિવસના મંજૂર કર્યા છે. જ્યારે જેલમાં સજા કાપતા હરેશ ઉર્ફે હરી ચંદ્રકાંત બ્રહ્મક્ષત્રીયની ટ્રાન્સફર વોરંટ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે તેને પણ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે. જોકે મુખ્ય આરોપી અલ્પુ સિંધી સહિત મોહીત ઉર્ફે બટકો મનવાણી તથા ધર્મેશ સચદેવ હજુ ફરાર છે.
– કુખ્યાત બૂટલેગર જુબેર મેમણ અલગ અલગ પોલીસ સ્ટેશનાં 60 ગુનો નોંધાયાં
કુખ્યાત બુટલેગર જુબેર મેમણ વિરુદ્ધ મારામારી અને પ્રોહિબિશનના મળીને 60 જેટલા જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. આ આરોપી મોટાભાગે રાજ્ય બહાર બહારથી દારૂનો જથ્થો મંગાવતો હતો ત્યારે કોઇ ચેનલ પર બૂટલેગર દારૂનો ધંધો કરતો હતો. ઉપરાંત કોની પાસેથી દારૂ લાવતો અને વડોદરામાં કઇ કઇ જગ્યા પર ગોડાઉન બનાવીને સંતાડી રાખતો હતો તેની તપાસ કરવા રિમાન્ડ માંગવામાં આવ્યાં છે.