Vadodara

ગુજરાત સ્થાપના દિવસે સરકાર વિરુદ્ધ વિરોધ કરનાર વડોદરા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત



વડોદરા: શહેરમાં આજે ગુજરાતના સ્થાપના દિવસના વિશેષ દિવસે શહેર કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારના શાસન સામે શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. જૂના ન્યાય મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોને પુષ્પાંજલિ અર્પણ કરીને રાજ્યની હાલની શાસનવ્યવસ્થાની વિફળતાઓ ઉપર પ્રહાર કર્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી સહિત અનેક નેતાઓએ વાત કરી હતી કે ગુજરાતના લોકોએ શહેરી સેવાઓ માટે ટેક્સ ચૂકવ્યા છતાં પણ આધુનિક વડોદરામાં લોકો બે ટાઈમ પાણી માટે સંઘર્ષ કરે છે. તેમણે હરણી મૃત્યુકાંડ, વિશ્વામિત્રી નદી ઉપર દબાણો અને પુર જેવી સમસ્યાઓના મુદ્દે વાત કરી હતી.



વિશેષમાં, કાર્યક્રમ દરમિયાન અચાનક પોલીસ એક્શન જોવા મળ્યું, જેમાં ઋત્વિજ જોષી સહિત 20થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી. મહિલાઓની અટકાયત પર પણ ભારે વિવાદ થયો અને મહિલાઓમાં રોષ પ્રસરી ગયો. વિરોધ પ્રદર્શન દરમિયાન “ભાજપ હાય હાય”ના નારા પણ લગાવાયા. સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ કહ્યું કે, “અમે ગુજરાતની અસલ ઓળખ અને ગૌરવ પાછું લાવવા ભેગા થયા છીએ. આજે જે સરકાર છે, તે ગુજરાતના મહાન વારસાને બાંધવી શકતી નથી. અમારું આંદોલન ગાંધીવાદી માર્ગે ચાલતું રહેશે.”

Most Popular

To Top