કોઈ પણ સરકારી કામગીરીમાં અરજદારો ને ધક્કા નઈ ખાવા પડે.
ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત મામલતદાર કચેરીને સંબોધીને આદેશ આપ્યા.
સીટી સર્વેની કચેરી બાકાત છે?
ગુજરાતની કોઈપણ સરકારી કચેરીમાં ધક્કા ખાધા વગર ના કોઈ અરજદારોના કામ થતા નથી. તેવી રજૂઆતો ભાજપના શાસકો અને વિરોધ પક્ષોના નેતાઓએ અનેક વખત વિધાનસભામાં રજૂઆતો કરી છે ,જે ગંભીર બાબતને રાજ્ય સરકારે રહી રહીને ધ્યાને લેતા નવો કાયદો ઘડીને સ્પષ્ટ તમામ કચેરીઓના કર્મચારી અને અધિકારીઓને સમયસર કામ કરવા તાકીદ કરી છે, વધુમાં ખાસ એમ પણ જણાવ્યું છે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર કચેરીઓમા અરજદારોને કારણ વગર અનેક ધક્કા ખાવા પડે છે તેમાં વિકલાંગો, મહિલાઓ અને અપંગ અરજદારો હેરાન પરેશાન થઈ જાય છે. સમય મર્યાદામાં કામ નહીં કરનાર કર્મચારી કે અધિકારી ની ગેરવર્તણુકની રજૂઆત ઉચ્ચ સ્તરે થશે તો તાત્કાલિક અસરથી તેવા લોકો વિરુદ્ધ કડક માં કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. તેઓ સ્પષ્ટ હુકમ વિધાનસભાની બહાર જ ભાજપના એક નેતાએ કર્યો હતો. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે વહીવટી અધિકારીને અથવા કલેક્ટરને સત્વરે જાણ કરાશે ભાજપ સરકાર અસરકારક પગલાં ભરવા બિલકુલ મક્કમ છે.
આજના આધુનિક કોમ્પ્યુટર યુગમાં આંગળીના વેઢા પર ગણતરીની મિનિટમાં કામગીરી થઈ જાય છે છતાં સરકારી તંત્ર પ્રજાને યેનકેન પ્રકારે ધક્કા ખવડાવીને હેરાન પરેશાન કરે છે જેથી હવે રાજ્ય સરકારના નવા હુકમ મુજબ અરજદારોને ધક્કા ખાવામાં ઘટાડો થતો જોવા મળશે.
નવા નિયમ મુજબ રાજ્ય સરકારના મહેસુલ વિભાગે પણ ખાસ સિટી સર્વે કચેરી તરફ ધ્યાન દોરવું જોઈએ કોઈપણ સીટી સર્વે કચેરીમાં મિલકત ફેરફાર સંબંધિત તમામ દસ્તાવેજી પુરાવા રજૂ કરવા છતાં પણ સમય મર્યાદાના બદલે ચાર થી છ મહિને મિલકતની નોંધ મંજૂર થઈને અરજદારના હાથમાં આવે છે. એક તો અડધો દિવસ સર્વર જ ડાઉન થઈ જાય છે. કર્મચારીનો તો દિવસ વેડફાય અને અરજદારને ધક્કા પડે આમ તંત્ર કર્મચારી પર જ કાયદા ઠોકી બેસાડે છે પરંતુ શાસકો પણ એટલા જ જવાબદાર છે.
