Vadodara

ગુજરાત સરકારના છ વિભાગમાં લાંચનું રાજ ચાલે છે?

ગૃહ વિભાગ હોય કે પરિવહન કે શિક્ષણ વિભાગમાં કરોડૉ ની લાંચ જ લેવાય છે.

સરકારે રજૂ કરેલા આંકડા ખરેખર સાચા છે કે જનતાને માત્ર બતાવવા માટે જાહેર કર્યા?

રાજ્ય સરકારના છ વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષમાં લાંચિયા અધિકારીઓને કર્મચારીઓનો ભ્રષ્ટાચાર તંત્રએ જાહેર કરતા હડકંપ મચી ગયો છે તો બીજી તરફ લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
લાંચ-રિશ્વત વિરોધી શાખાએ 2023 /2024 અને 2025 માં સરકારી તંત્રમાં ખદબદી રહેલો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડ્યો છે. સરકારના માત્ર છ વિભાગમાં જ કરોડો રૂપિયાની લાંચ લેવાતી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે જેમાં (૧) ગૃહ વિભાગ (૨) પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ને ગ્રામ વિકાસ (૩) મહેસુલ (૪) આરોગ્ય (૫) શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ અને (૬) શિક્ષણમાં જે હદે ભ્રષ્ટાચાર નો ભોરિંગ ભરડો લઈ રહ્યો છે એને કાબુમાં લેવા સરકારી તંત્ર સદંતર નિષ્ફળ જઈ રહ્યું છે કરોડનું કાળું નાણું લાંચ રૂપિયા લઈને સરકારી બાબુ ઘર ભરી રહ્યા છે. નાણા ભૂખ્યા લાંચિયાઓએ કાયદા કાનુનને નિવે મૂકીને પ્રજા પાસેથી લાંચ લીધા વગર કામ જ કરતા નથી એવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. સરકારના છ વિભાગમાં લાલપુર વિરોધી શાખાએ લાલ આંખ કરીને વારંવાર ચોકટુ ગોઠવીને અધિકારીઓને લાંચ લેતા અંગે હાથ પકડી પાડ્યા છે તેમજ લાંચ નું કાળું નાણું લાખો રૂપિયાના હિસાબે સરકારમાં જમા કરાવ્યું છે, લાંચ રુશ્વત વિરોધી શાખા પ્રજાને સતર્ક કરે છે. કે કોઈપણ વ્યક્તિ નાગરિકો પાસે લાંચ ની માંગણી કરે તો તાત્કાલિક 24×7 ટોલ ફ્રી નંબર 1064 જાણ કરે જેથી લાંચિયા અધિકારી વિરુદ્ધ સત્વરે કાયદાકીય પગલા ભરાય કોઈ પણ ડર વગર પ્રજા જાગૃત થશે તો જ ભ્રષ્ટાચારની નાબૂદ કરી શકાશે

Most Popular

To Top