મોટી સંખ્યામાં લોકોએ વહેલી સવારે યોગાસન કર્યા

વડોદરા,: આજે તા.21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તન અને મન ની સ્વસ્થતા માટે યોગ ખૂબ જરૂરી છે. યોગથી આંતરિક શક્તિ ખિલી ઉઠે છે સાથે જ માનસિક સ્વસ્થતા પણ કેળવાય છે. યોગ એ ખૂબ પ્રાચીન છે. આપણા ત્રૃષિ મુનીઓ યોગ ધ્યાન, પ્રાણાયમ થકી સાધના, સ્વસ્થતા કેળવતા હતા. દરરોજ આપણા જીવનમાં યોગ અપનાવી ઘણી બિમારીઓથી પોતાને દૂર રાખી શકાય છે.પતંજલિ યોગ સમિતિના સાધનાબેન બુચ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી નિયમિત યોગાભ્યાસ કરાવવામાં આવે છે જેમાં ઘણા લોકો ભાગ લે છે ત્યારે આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણીમાં અભયમ વડોદરા સહભાગી

21 જૂન દેશ અને દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે અભયમ 181 મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા પણ પ્રતાપનગર રેલ્વે કોલોની હોસ્પિટલ ખાતે યોગ કાર્યક્રમમાં સહભાગી બન્યાં હતાં અને સંદેશો આપવામા આવ્યો હતો કે વ્યસ્ત અને તણાવ ગ્રસ્ત જીવનમાં થોડો સમય યોગ માટે ફાળવવો જોઈએ .યોગ દ્વારા શારિરીક, માનસિક થકાવટ માં રાહત મળે છે અને નવી ઊર્જા મેળવી કાર્ય ક્ષમતામાં વધારો કરી શકાય છે.
જમનાબાઇ જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આજે વિશ્વ યોગમય બન્યું છે. ત્યારે વડોદરા શહેરના માંડવી ચાર દરવાજા નજીક આવેલા જમનાબાઇ જનરલ હોસ્પિટલ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તબીબો, હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા યોગ કરવામાં આવ્યા હતા.યોગ થકી નિરોગી રહી શકાય છે શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે યોગ આપણા શરીરમાં આંતરિક ઉર્જા શક્તિ વધારે છે. માનસિક સ્વાસ્થ્ય પણ યોગ થકી સારું રહે છે. ઘણાં રોગોમાં યોગ ખૂબ અસરકારક પરિણામો આપે છે આપણી પ્રાચીન પરંપરા યોગને દૈનિક દિનચર્યામાં અપનાવવાથી ઘણા ફાયદા થાય છે.આજની ભાગદોડ અને તણાવભરી જીંદગી, અનિયમિત આહાર અને વિહાર સામાન્ય બની ગયું છે. જેના કારણે અનેક બિમારીઓ આપણા શરીરને ઘેરી વળે છે પરિણામે શરીરની રોગપ્રતિકારક શક્તિ આંતરિક ઉર્જા શક્તિ ઘટતાં રોગ શરીરમાં ઘર કરી જાય છે ત્યારે આવી સ્થિતિમાં યોગ એ ઉત્તમ ઉપાય છે.યોગથી થતાં લાભોને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અને યુનાઈટેડ નેશન્સે પણ યોગને માન્યતા આપી છે.આ કાર્યક્રમમાં સી.ડી.એમ. ઓ.ડો. જીજ્ઞા નાયક, આર.એમ.ઓ. ડો. પ્રકાશ ચૌહાણ તથા હોસ્પિટલના તબીબો, મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને યોગાભ્યાસ કર્યો હતો.