વિડીયો રેકોડિંગ સાથે દરેક દિવસની ડીવીડી બે કોપીમાં તૈયાર કરવા તાકીદ
કેમેરા ચાલુ હાલતમાં અને ફૂટેજ સ્પષ્ટ આવતું હોવાની ચકાસણી કરવાની રહેશે
( પ્રતિનિધિ )વડોદરા,તા.24
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવનાર છે. બોર્ડની પરીક્ષામાં ગેરરિતીઓ ન થાય તે માટે અસરકારક સીસીટીવી કવરેજ થઈ શકે તે માટે બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ સુચનાઓનો અમલ કરવા માટે તાકીદ કરી છે. જેમાં વિડીયો સાથે રેકોડિંગ તૈયાર કરીને દરેક દિવસની ડીવીડી બે કોપીમાં તૈયાર કરવાની રહેશે અને ફાયરની અદ્યતન એનઓસીની વિગત મુખ્ય દરવાજા પાસે લગાવેલી હોય તે અંગેની ખાસ તકેદારી રાખવાની રહેશે.
26 ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. ત્યારે, પરીક્ષા પહેલા તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીટીવી અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવા માટે આદેશ કરાયો છે. જેમાં સ્કૂલોએ સીસીટીવીની સુવિધા ચકાસવાની રહેશે. જેમાં કેમેરા ચાલુ હાલતમાં હોવા જોઈએ અને ફુટેજ સ્પષ્ટ આવવું જરૂરી છે. આ ઉપરાંત કેમેરાની સામેની બાજુએ પરીક્ષાનો બ્લોક નંબર અને ઘડીયાળ ગોઠવવાની રહેશે. આ ઉપરાંત સ્કૂલોએ પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા અને પરીક્ષા પુર્ણ થયાના 15 મિનિટ પછી સુધીનું રેકોર્ડીંગ કરવાનું રહેશે. પરીક્ષા વખતે સ્કૂલોએ ફાયર એનઓસીની વિગત મુખ્ય દરવાજા પાસે લગાવવાની રહેશે. આમ, પરીક્ષા પહેલા આ તમામ સુવિધાઓથી સ્કૂલો સજ્જ થાય તે માટે બોર્ડે આદેશ કર્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવનાર છે. બોર્ડની પરીક્ષામાં ગેરરિતીઓ ન થાય તે માટે અસરકારક સીસીટીવી કવરેજ થઈ શકે તે માટે બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ સુચનાઓનો અમલ કરવા માટે તાકીદ કરી છે. જેમાં જે પણ સ્કૂલને બોર્ડની પરીક્ષા માટેનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હોય તેવી સ્કૂલોમાં નોંધણીની શરત અનુસાર સીસીટીવીની વ્યવસ્થા ફરજિયાત હોવી જરૂરી છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ હોય, સીસીટીવી કાર્યરત હોય અને ફુટેજની ડીવીડીમાં વિડીયો રેકોર્ડીંગ તૈયાર કરવા માટે સ્કૂલોને તાકીદ કરાઈ છે. સ્થળ સંચાલકોએ પરીક્ષા સ્થળો ખાતે સીસીટીવી ફૂટેજની ડીવીડીમાં વિડીયો સાથે રેકોડિંગ તૈયાર કરીને તૈયાર કરીને દરેક દિવસની ડીવીડી બે કોપીમાં તૈયાર કરવાની રહેશે. જેમાં એક કોપી બોર્ડની અને બીજી કોપી જિલ્લા શિક્ષણાધિકારીની રહેશે. આ ઉપરાંત, ફાયરની અધતન એનઓસીની વિગત મુખ્ય દરવાજા પાસે લગાવેલી હોય તે અંગેની ખાસ તકેદારી રાખવાની રહેશે. ફેબ્રુ-માર્ચ-2026માં લેવાનારી ધોરણ-10 તથા ધોરણ-12ના રીપીટર, ખાનગી, પૃથ્થક પરીક્ષા દરમિયાન સીસીટીવી કવરેજ અસરકારક રીતે કરવાનું રહેશે.