બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના રોજ સવારના 6 કલાકથી ગુજરાતમાં પ્રવેશશે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દેશે…
3 તારીખ સવારે 6 કલાકે ગુજરાતમાં પ્રવેશનાર આ ડિપ્રેશન 9 વાગ્યા સુધી સુરત પહોંચી જશે અને સુરતમાં ભયંકર વરસાદ થવાની આગાહી છે
આ ડિપ્રેશનને પગલે સૌથી વધારે ખરાબ હાલત વડોદારાની રહેશે. વડોદરામાં બપોરના 2થી રાતના 8 કલાક સુધી આ ડિપ્રેશન સ્થિર રહેશે. જેને પગલે અહીં ભારે વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે. વડોદરા વાસીઓ માટે કાલનો દિવસ અતિભારે રહેશે. વડોદરામાં ભારે વરસાદ થવાની સંભાવના છે
4 તારીખે વહેલી સવારે ડિપ્રેશનની અસરથી અમદાવાદ પણ બાકાત નહીં રહે. અમદાવાદમાં વહેલી સવારે ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ છે. આ ડિપ્રેશન મહેસાણાને પણ ઘમરોળી નાખશે. છેક કચ્છ સુધી આ દિવસે અસર દેખાશે. ઉત્તર ગુજરાતમાં આ દિવસે અને સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.