Gujarat

ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન તરીકે અશોક ચૌધરી ચૂંટાયા


વાઇસ ચેરમેન તરીકે ગોરધનભાઇ ધામેલીયા પર કળશ ઢોળાયો

આણંદ: આણંદ સ્થિત ગુજરાત કો ઓપ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન અને વાઈસ ચેરમેનની મંગળવારે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટર હાજર રહ્યા હતા. આ વખતે પણ ફેડરેશનમાં ઉત્તર ગુજરાતનો દબદબો યથાવત રહેતા મહેસાણા ડેરીને ફાળે ચેરમેનપદ ગયું છે.
ગુજરાત કો ઓપ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી 22મી જુલાઈ ના રોજ ફેડરેશનની ઓફીસ ખાતે પ્રવિણ ચૌધરી (કલેક્ટર આણંદ અને ચૂંટણી અધિકારી GCMMF)ની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
જેમાં ગુજરાતની 18 ડેરીના ચેરમેન અને 1 ગુજરાત સ્ટેટ રજિસ્ટ્રાર (સરકારી પ્રતિનિધી) કુલ 19 બોર્ડ સભ્યો ધ્વારા ચૂંટણી પ્રક્રીયામાં ભાગ લેવામાં આવ્યો હતો. આ ચૂંટણી પ્રક્રીયા દરમ્યાન અશોકભાઈ ચૌધરી (ચેરમેન દૂધ સાગર ડેરી મહેસાણા)ને ચેરમેન તરીકે બિનહરીફ અને વાઈસ ચેરમેન તરીકે ગોરધનભાઇ ધામેલીયા (રાજકોટ) બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

Most Popular

To Top