અહીં નજીકમાં જ પાલિકાના પૂર્વ સ્થાઇ સમિતિના ચેરમેનનુ નિવાસસ્થાન પણ છે
છેલ્લા એક અઠવાડિયાથી જોખમી ભૂવા નજીકથી વિધ્યાર્થીઓ શાળામાં જતાં હતાં તથા વાહનદારીઓ પસાર થતા હતા
ગત જુલાઇ ઓગસ્ટ મહિનામાંથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રાજમાર્ગો ઉપર જોખમી ભૂવાઓ પડી રહ્યા છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત બાપોદ જકાતનાકા વિસ્તારમાં આવેલા બાપોદ તળાવ સામેના રોડ થી રંગ વાટિકા તરફ જવાના તથા બાપોદ ગામ તરફ જતા માર્ગે છેલ્લા આઠેક મહિનાથી પાણી તથા ડ્રેનેજની લાઇનની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ અહી કોન્ટ્રાકટર દ્વારા વેઠ ઉતારતી કામગીરી કરી હોય તેમ રોડ પર યોગ્ય પૂરાણ કરવામાં આવ્યું નથી જેના કારણે અહીંથી અવરજવર કરતા વાહનદારીઓ અને રાહદારીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી હતી સાથે જ અહીં આસપાસના મકાનોમાં પણ ધૂળની ડમરીઓ, ટ્રાફિક ને કારણે વાહનોના હોર્ન, ધૂમાડાના કારણે પરેશાની ઉઠાવવી પડી રહી હતી તથા અહીં ક્યારેક ક્યારેક સામસામે વાહનોની ભીડ થતાં લોકોના ઝઘડા દરમિયાન અપશબ્દો સાભળવાની નોબત પણ આવતી હતી નવાઇની વાત એ છે કે આ જ રોડ પર બે શાળાઓ જેમાં વંદના વિધ્યાલય તથા વડોદરા મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળાસાહેબ મધુકર દત્તાત્રેય દેવરસ પ્રાથમિક શાળા (બાપોદ પ્રાથમિક શાળા) આવેલી છે અહીં નાના બાળકો ખાડાઓ તથા મોટા મોટા કપચીવાળા પત્થરો પરથી પસાર થવા મજબૂર બન્યા હતા ઘણીવાર બાળકો ઠોકર વાગતા નાની મોટી ઇજાઓનો ભોગ બનતા હતા.બીજી તરફ અહીં નજીકમાં જ વડોદરા મહાનગરપાલિકાના સ્થાઇ સમિતિના પૂર્વ ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલનું નિવાસસ્થાન પણ આવેલું છે અહીં અગાઉ છેલ્લા કેટલાક મહિનાથી લોકો પરેશાન થઇ રહ્યા હતા ઉપરથી અહીં છેલ્લા એક અઠવાડિયાથી વડોદરા મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળાસાહેબ મધુકર દત્તાત્રેય દેવરસ પ્રાથમિક શાળા (બાપોદ પ્રાથમિક શાળા) નજીક જ જોખમી ભૂવો પડ્યો હતો જ્યાં સ્થાનિકો દ્વારા લાકડું મૂકી આડાશ ઉભી કરવામાં આવી હતી જેથી કોઈ વાહનદારી, રાહદારીઓ,શાળાએ જતાં બાળકોને તથા મૂંગા પશુઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય.
અહીં જોખમી ભૂવો તથા ખાડાઓ રાત્રિ દરમિયાન દેખાતા પણ ન હતા નથી જેના કારણે ઘણીવાર લોકો પડી જતા હતા આ અંગેનો અહેવાલ અમે વારંવાર અમારા ગુજરાતમિત્ર દૈનિક અખબારના માધ્યમથી રજૂ કરી આ ગંભીરતા પ્રશાસન સમક્ષ તથા જનતા સમક્ષ મૂકી હતી જેના પગલે ગુરુવારથી અહીં ખોદેલા રોડ પર કપચી ડામરથી કારપેટીગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેની શરુઆત કરાતાં સ્થાનિકો તથા રાહદારીઓ વાહનચાલકોમાં આનંદની લાગણી છવાઈ હતી.