Vadodara

ગુજરાતમિત્ર ઇમ્પેક્ટ: ગધેડા માર્કેટ ચાર રસ્તા પર કોર્પોરેશને ભૂલ સુધારી

*ગુજરાતમિત્રના 23જૂનના અહેવાલને પગલે શહેરના ગધેડા માર્કેટ ચારરસ્તા પર હવે એલઇડી સિગ્નલ લાઇટની સુવિધા ઉપલબ્ધ*


*ટ્રાફિક સિગ્નલ ની આગળ જ લોકોને ટ્રાફિક લાઇટ ન દેખાય તે રીતે સીસીટીવી કેમેરા પોલ સાથે લગાડી દેતાં રાત્રે વાહનચાલકોને ખૂબ તકલીફ પડતી*

*હવે દૂરથી જ આ ચારરસ્તા પર ટ્રાફિક સિગ્નલ ની લાઇટ વાહનચાલકો જોઇ શકે છે*


(પ્રતિનિધિ) વડોદરા તા.18




શહેરના ગધેડામાર્કેટ ચારરસ્તા ખાતે તંત્ર દ્વારા
ગધેડા માકેઁટ ચાર રસ્તા ઉપર નવા ટ્રાફિક સિગ્નલ લગાવવામા આાવ્યા હતા. જેમાં આજવા રોડ તરફ જે સિગ્નલ છે કે જે સંગમ તરફથી આવતા વાહનોની સામે બાજુએ આવે જે સિગ્નલની આગળ સેન્ટ્રલ લાઇટનો થાંભલો અને તેના આગળ સીસીટીવી કેમેરાનો થાંભલો હોઇ વાહનચાલકોને ખૂબ તકલીફ પડતી હતી.ખાસ કરીને રાત્રી દરમિયાન અને તેમાંય ચોમાસામાં તો લોકોને હાલાકી પડતી અને દંડ ભરવો પડતો હતો જે અંગેનો અહેવાલ ગુજરાતમિત્ર દૈનિક અખબારમાં તા.23 જૂન ને રવિવારના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જે બાદ અચાનક પાલિકાના સતાધીશોને જ્ઞાન આવ્યું હતું અને આ સ્થળે દૂરથી જ દેખાય તેવી એલઇડી ટ્રાફિક સિગ્નલ લાઇટ મૂકવામાંઆવતા વાહનચાલકોની પરેશાનીનો અંત આવ્યો છે. લોકો દંડનો ભોગ બનતા બચ્ચા છે.


વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની ઘેલછામાં શહેરમાં આડેધડ રીતે કરોડોના ખર્ચાઓ કરવામાં આવ્યા છે. ત્યારે
શહેરના ગધેડા માકેઁટ ચાર રસ્તા ઉપર નવા ટ્રાફિક સિગ્નલ લગાવવામા આાવ્યા હતા . જેમાં આજવા રોડ તરફ જે સિગ્નલ છે. કે જે સંગમ તરફથી આવતા વાહનોની સામે બાજુએ આવે જે સિગ્નલની આગળ સેન્ટ્રલ લાઇટનો થાંભલો અને તેના આગળ સીસી કેમેરાનો થાંભલો લગાવવાથી સંગમથી જે વાહનો આવતા હતા અને ચાર રસ્તા ઉપર ઊભા રહે તેને તો સિગ્નલ દેખાતા જ નહોતા. આને સ્માટઁ શાસાકોના સ્માટઁ સીટીની સ્માટઁ કામગીરી કહી શકાય તેવું બુધ્ધિ પ્રદર્શન અહીં કરવામાં આવ્યું હતું. જે સામાન્ય માણસને પણ ખબર પડે કે આવી રીતે સીગ્નલ જ ન લગાવાય પરંતુ.કોના બાપની દિવાળી હવે પાલિકાએ ગુજરાતમિત્ર ન્યૂઝના તા.23જૂન ને રવિવારના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલ બાદ નવીન એલઇડી ટ્રાફિક લાઇટ લગાડવામાં આવી છે.એક રીતે વધારાનો ખચઁ પાલિકાની તિજોરી પર કરાયો .ખરેખર તો આ તમામ ખર્ચાઓ જે તે અધિકારીઓ કે જેના અંડરમાં અને જેની સૂચનાઓથી કામ થયુ હોય તેની પાસેથી વસૂલ કરવા જોઇએ. ક હવે વાહનચાલકોને ખાસ કરીને કારેલીબાગ, સંગમ થઇ મહાવીર હોલ ચારરસ્તા તરફ આવતા જતાં વાહનચાલકોને ચોમાસામાં અને રાત્રી દરમિયાન ટ્રાફિક સિગ્નલ દૂરથી જ ખબર પડી જાય છે. આનાથી ટ્રાફિકના દંડથી, અકસ્માતથી લોકોનો હવે બચાવ થઇ રહ્યો છે.

Most Popular

To Top