“ગુજરાતના 74 સ્થળો પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી ને યજ્ઞ અને યોગ ના કાર્યક્રમ દ્વારા જન્મદિવસની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી
યોગને વૈશ્વિક સ્તરે ખ્યાતિ અપાવનાર ગુજરાતના માનીતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 74 માં જન્મદિવસની ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં 74 જગ્યાએ યજ્ઞ અને યોગના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યા હતું.જેમાં GSYB વડોદરા ડીસ્ટ્રીક ટીમ દ્વારા BAPS સ્વામિનારાયણ મંદિર પાદરા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમા 160 થી વધુ સંખ્યામાં યોગ સાધકો મીત્રો ઉપસ્થિત રહીને માનનીય પ્રધાનમંત્રીના ચિરંજીવી આયુ માટે સમૂહમાં પ્રાર્થના કરવામાં આવી.અને વ્યસન મુક્ત ગુજરાત, યોગ યુક્ત ગુજરાત,શિક્ષિત ભારત, સમૃદ્ધ ભારત,એક ભારત શ્રેષ્ઠ ભારત ,સહ વિકસિત ભારતના સંકલ્પ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલ સર તથા ખાસ ફરજ પરના અધિકાર વેદીસરના માર્ગદર્શનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.