Dahod

ગાયની કતલ કરી માથું અને ચામડા ગુણા મુવાડી નદી ખાતે ફેંકી દેવાતા લોકોમાં ભારે રોષ



સીંગવડ: દેવગઢ બારીયાના પીપલોદની બાજુમાં મુવાડી ગામે કોઈ અજાણી વ્યક્તિઓએ ગાયનું ગળું કાપી અને ગાયના ચામડાને સિમેન્ટની થેલીમાં કોલીયારી નદીમાં નાખી ગયા હતા. હિન્દુ ધર્મમાં માતા તરીકે પૂજાતી ગાયની આ પ્રમાણે કતલ કરી ખુલ્લેઆમ આવી રીતે નાખી જવાથી હિન્દુ સમાજના દરેક લોકોને ધાર્મિક લાગણી દુભાઈ હતી. આ બનાવને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ બનાવની ગામના આગેવાન અર્જુનભાઈએ ગુણા ગામના પૃથ્વીસિંહ રતનસિંહ પુવાર lને હકીકત જણાવી હતી. ત્યારે પૃથ્વીસિહે પીપલોદ પોલીસ સ્ટેશનને રૂબરૂ પી.એસ.આઇ સોલંકીને બનાવની રૂબરૂ જાણ કરી હતી તુરત જ પીએસઆઇ સોલંકી પશુ ડોક્ટરને બોલાવી પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળ પર રવાના થઈ ગયા હતા
ઘટના સ્થળ પર પહોંચી પશુ ડોક્ટરે પોલીસની ટીમ સાથે મળી તપાસ કરતા કાપેલા ગળાનો ભાગ કુતરા બિલાડા જેવા જાનવર ખાઈ ગયા હતા અને ગાયનું ચામડું પણ વેરવિખેર પડ્યું હતું.

Most Popular

To Top