વડોદરા પાલિકાની ખોરાક શાખાનો સપાટો, વિવિધ સ્કૂલોની કેન્ટીન સહિતના એકમોમાં ચેકીંગ
વડોદરા: આજથી શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસને અનુલક્ષીને ઉપવાસીઓને શુદ્ધ અને સારો આહાર મળી રહે એવા હેતુથી શહેરના વિવિધ વિસ્તારમાં વેચાણ થતા ફરાળી વાનગીઓના વિવિધ લોટ અંગે ચોખંડી વિસ્તારના લોટ ઘરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

વડોદરા મહાનગર પાલિકાના ખોરાક શાખાના અધિકારીઓએ ટીમ સાથે કારેલીબાગ વિસ્તારમાં સરદાર વિનય સ્કુલ, સ્પંદન સ્કુલ ફોર મેન્ટલી ચેલેન્જ, આર્યકન્યા વિદ્યાલય, શ્રી કૃષ્ણ હિન્દ વિદ્યાલય, સ્વામી વિવેકાનંદ સ્કુલ, જીવીબા ગલ્સ હોસ્ટેલની કેન્ટીનમાં તપાસ ક૨વામાં આવી હતી. જેમાં સરદાર વિનય સ્કુલની કેન્ટીનમાં જરૂરી સ્વચ્છતા જાળવતા ન હોઈ શીડયુલ-4ની નોટીસ આપવામાં આવી હતી.
માંજલપુર વિસ્તારમાં અંબે સ્કુલની કેન્ટીનમાંથી તપાસ કરી મરચા પાવડર, હળદળ પાવડર, આટા, પ્રીપેર્ડ ફુડ ખીચડી, પ્રીપેર્ડ ફુડ, બટાકા રીંગણનું શાકના નમુના પણ લેવામાં આવ્યા હતા. ઉપરાંત માંજલપુર વિસ્તારમાં ગાયત્રી ખમણ નામની રીટેલ દુકાનમાંથી બેસન, તેલના નમુના લેવાની તથા તપાસની કામગીરી ક૨વામાં આવી હતી દ૨મ્યાન ગાયત્રી ખમણ રીટલરને ત્યાં અનહાઇજેનીક કંડીશન જણાઈ હોવાથી શીડયુલ-4 ની નોટીસ આપવામાં આવી હતી તથા દુકાન બંધ કરાવવામાં આવી હતી. દુકાનમાંથી સાબુદાણાના વડા, કોપરા પેટીસ, કટલેસ, લસ્સી અને છાસ અનહાઇજેનીક ફુડ જણાઇ આવ્યું હોવાથી આશરે 8 કિલો જેટલો જથ્થો નાશ ક૨વામાં આવ્યો હતો. તળેલા તેલની ટીપીસી વેલ્યુ વધારે આવવાથી તળેલા તેલનો આશરે 10 કિલો જેટલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. કોઠી વિસ્તારમાં પી.જી.-2 કેન્ટીનના સંચાલક લાયસન્સ ધરાવતા ન હોઈ તે કેન્ટીનને તાત્કાલિક બંધ કરાવવામાં આવી હતી. વધુમાં એસએસજી હોસ્પિટલની એ.બી.બ્લોક બોયઝ હોસ્ટેલની કેન્ટીનમાંથી મ૨ચા પાવડર, હળદળ પાવડર, તેલ, ધાણા પાવડર, ચોખા, તુવેરદાળ, ગરમ મસાલો, બેસન, પ્રીપેર્ડ ફુડ ફલાવરનું શાક, પ્રીપેર્ડ ફુડ દાલફાય, પ્રીપેર્ડ હુડ મસુરનું શાક વગેરેની તપાસ કરી નમુના લેવામાં આવ્યા હતા. ગોત્રી વિસ્તારમાં શ્રી ઉમા સ્વીટ એન્ડ ફરસાણ નામની રીટેલની દુકાનમાં તપાસ કરી કેસર પેંડા અને કાજુકતરી વીથ સીલ્વર લીફની નમુના લેવામાં આવ્યા હતા તથા જીએમઇઆરએસ મેડીકલ કોલેજ ગોત્રીની કેન્ટીનમાં તપાસ કરી ઘીના નમુન લેવામાં આવ્યા હતા. સયાજીગંજ વિસ્તારમાં રીટેલર-હોલસેલર – કિરણ ઓઈલ ડેપોમાંથી પામોલીનનો નમૂનો લેવાની કામગીરી કરવામાં આવી હતી અને દુકાનમાં સ્વચ્છતા જણાઈ આવી ન હોવાથી દુકાન બંધ કરાવવામાં આવી હતી.
આ સાથે જ વડોદરા મહાનગરપાલિકાની મોબાઇલ ટેસ્ટીંગ વાન દ્વારા શહેરના બરોડા ડેરી નજીકની મીઠાઇ-ફરસાણની દુકાન પ૨ ખાદ્યપદાર્થોના વિવિધ પ્રકારના 34 જેટલા નમૂના જેવા કે તેલ, લાડું, બરફી, માવો, પનીર, ચીઝ, વિવિધ પ્રકારની મીઠાઈ વિગેરેનું સ્થળ પરજ ટેસ્ટિંગ ક૨વામાં આવ્યું હતું. જેમાંથી બરોડા ડેરી નજીક રસમંગલ સ્વીટ એન્ડ ફરસાણની દુકાનમાંથી જુદા જુદા પાવડર કલર મળી આવતા આશરે 2 કિલો જેટલો પાવડર કલ૨નો નાશ કરાવામાં આવ્યો હતો, બરોડા ડેરી નજીક બજરંગ સ્વીટ એન્ડ ફરસાણમાંથી તળેલા તેલની ટીપીસી વેલ્યુ 25 ટકા ક૨તા વધારે આવતા આશરે 15 કિલો જેટલુ તળેલા તેલનો નાશ ક૨વામાં આવ્યો હતો, બરોડા ડેરી નજીક અગ્રવાલ મીલ્ક એન્ડ સ્વીટ સેન્ટરમાંથી એક્સપાયરી થયેલા 5 કિલો ચીઝ, 2 કિલો ડ્રાયફૂટ્સ, વાસી 7 કિલો કેરી નો રસ અને વાસી 6.5 કિલો વિવિધ પ્રકારની મીઠાઇઓનો જથ્થો નાશ ક૨વામાં આવ્યો હતો, જેમાંથી 6 જેટલી મીઠાઇ-ફરસાણની દુકાનોના વર્કર્સને ટ્રેનિંગ આપી માહિતગાર ક૨વામાં આવ્યા હતા અને શિડ્યુલ 4 મુજબની નોટીસ આપી સ્વચ્છતા જાળવવા અંગે સૂચના આપવામાં આવી હતી.