Vadodara

ગાયકવાડી શાસનમાં પાણીની અછતના સર્જાય માટે મૂકેલા પંપો માત્ર નામશેષ…

પૂર્વ વડોદરા શહેર એટલે કે સર સયાજીરાવ ગાયકવાડનું શાસન….વડોદરા પાલિકાએ ગાયકવાડી સમયની પાણીની વિશેષ વ્યવસ્થાને બરબાદ કરી નાંખી.
વડોદરામાં જ્યારે ગાયકવાડી શાસન હતું ત્યારે ગાયકવાડ રાજા એ વડોદરા શહેરને પાણીની અછતના સર્જાય તે માટે સુજબુજથી એવું કામ કરેલું ક્યારેય વડોદરા શહેરના નાગરિકોને પાણીની તકલીફનાં પડે. ગાયકવાડીરાજમાં આજવા સરોવરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આજવા સરોવરમાંથી વડોદરા શહેરને પાણી પૂરું પાડવાના કોઈ ઇલેક્ટ્રિક મોટર મૂકવામાં નથી આવી પરંતુ આયોજન એવી રીતે કર્યું હતુ કે વડોદરાની પ્રજાને ક્યારે પાણીની અછત ના સર્જાય. વડોદરા શહેરમાં ગાયકવાડી શાસનમાં ઠેક ઠેકાણે એવા પમ્પ મૂકવામાં આવ્યા હતા જેનું અસ્તિત્વ માત્ર દેખાવા પૂરતું રહ્યું છે. હાલની વડોદરા મહાનગર પાલિકાએ ગાયકવાડી તમામ વ્યવસ્થા બરબાદ કરી નાખી છે. લાચિંયા અને સ્વાર્થી સત્તાધીશો અને અધિકારીઓએ વડોદરાને બરબાદ કરવામાં કશુ જ નથી બાકી રાખ્યું. ગાયકવાડ સરકારે જ્યારે દુષ્કાળ પડે પાણીની અછત પડે કે પછી રાજકોટ જેવો ગંભીર અગ્નિ કાંડ થાય તો તરત પાણીની વ્યવસ્થા થાય અને પ્રજાને પાણી વગર ના રહેવુ પડે એવી વ્યવસ્થાને વડોદરા પાલિકાએ બગાડી નાખી.


વડોદરામાં ગાયકવાડ રાજાએ અસંખ્ય આવા પંપો નાખ્યાં હતાં પરંતુ આજે એ માટે નામ સેસ રહી ગયા છે. જે રહી ગયા છે જેની પણ હાલત ખરાબ છે. ગાયકવાડ જ્યારે હતું ત્યારે પાણી સગવડ માટે જે પંપ મુકાયા હતા તે શહેરનાં નાગરિકોને મીઠું પીવાલાયક પાણી પૂરું પડતું હતું. આ પંપની ખાસિયત એ હતી કે પાણીની અછત કે પછી દુકાળ સમયે નગરજનોને ખુબ મદદ રૂપ થતી હતી. આ પંપને ક્યાંય વીજળીની કે મોટરની જરૂર નહતું પડતું આજવા સરોવરથી સીધું પાણી મળતું હતું અને એ પણ ફૂલ ફોર્સમાં પાણી મળતું હતું. આ પંપ એવી ધાતુ થી બનાવવામાં આવ્યું હતું કે ક્યારેય આ પંપને કાટ સુધા નહતો લાગ્યો વખતે વખતે ગાયકવાડી સરકાર આ પંપનું ચેકીંગ પણ કરતા હતા.
હાલ વડોદરામાં આ પંપ એકાદ બે જગ્યા પર જોવા મળે છે. અને એ પણ ખસતા હાલતમાં જોવા મળે છે. કોઈ નેતા કે અધિકારીને નડતર રૂપ થવાથી બાકીના પંપ કાઢી નાખવામાં આવ્યા હોય એમ દેખાઈ આવે છે. જો આ પંપ હાલની તારીખે પાલિકાએ દેખરેખ રાખ્યા હોત તો આજે પણ નાની ગલિયો અથવા ગીચ વિસ્તારમાં આગનો બનાવ થાય તો રાહત કામ માટે ખૂબ ઉપયોગી થાત પરંતુ પાલિકાના ભ્રષ્ટ શાસન આ ગાયકવાડી સુવિધા પણ સાચવી ના શક્યા. વડોદરા મહાનગર પાલિકા આજની પ્રજાને પીવાના પાણીની વ્યવસ્થા તો નથી કરી શકતી પરંતુ કે વ્યવસ્થા હતી એને પણ બરબાદ કરી નાખી.

Most Popular

To Top