Vadodara

ગાજરાવાડી થી વાઘોડિયા રોડ તરફ જતા રસ્તા પર ગંદકીની ભરમાર…

વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાન ફક્ત ફોટામાંજ સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો ક્રમાંક પાછળ ધકેલાયો તેના પાછળનું મુખ્ય કારણ છે કે વડોદરા શહેરમાં થતું સ્વચ્છતા અભિયાન ફક્ત કાગળ અને ફોટામાં જ જોવા મળે છે. વડોદરા શહેરના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, કાઉન્સિલરો, મ્યુનિસિપલ કમિશનર સ્વચ્છતા અભિયાનના નામ પર ફક્ત ફોટા પડાવવાનું કામ કરે છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ જો તેમના દ્વારા સ્થળ પર જઈને યોગ્ય ચકાસણી કરવામાં આવે તો ખ્યાલ આવશે કે વડોદરામાં કેટલી ગંદકી ફેલાયેલી છે.

સ્વચ્છતાનાં નામે પ્રજાના પૈસાનો વેડફાટ કરતી કોર્પોરેશન એ ભૂલી જાય છે કે આ ગંદકીના લીધે કેટલાય લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે. અને આ પ્રકારની ગંદકી ચોમાસા દરમિયાન વિકરાળ સ્વરૂપ લેતી હોય છે.

વડોદરા શહેરના ગાજરાવાડી થી વાઘોડિયા રોડ તરફ જતા રસ્તા પર ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આ વિસ્તારના કાઉન્સિલરો આ રસ્તા પરથી પસાર નહીં થતા હોય? શું કાઉન્સિલરોને અને કોર્પોરેશનના અધિકારીઓને આ ગંદકી નહીં દેખાતી હોય. તો પછી કેમ આ ગંદકીને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના બધા જ કાઉન્સિલર જો ફોટા પડાવવાનું બંધ કરીને પ્રમાણિકતાથી સ્વચ્છતા અભિયાન પર ધ્યાન આપે તો વડોદરા ને સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલા નંબરે આવતા કોઈ નહીં રોકી શકે.

Most Popular

To Top