શહેરમાં બુટલેગરોને કેમ પોલીસનો કોઈ ડર રહ્યો નથી?
ઈજાગ્રસ્તને લોહી લુહાણ હાલતમાં એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા
પ્રતિનિધિ વડોદરા તારીખ 8
વડોદરા શહેરમાં બુટલેગરો બેફામ બની ગયા છે. જાણે પોલીસનો તેમને કોઈ ડર જ ન હોય તેમ બુટલેગરો લોકો સાથે દાદાગીરી કરી તેમને માર મારતા હોય છે. તાજેતરમાં જ ફતેગંજમાં બુટલેગરે બે જણાને માર માર્યો હતો. ત્યારે હવે ગાજરાવાડી વિસ્તારમાં બુટલેગર સહિત ત્રણ જણાએ યુવક સાથે ઝઘડો કર્યા બાદ તેના પર છરી, તીક્ષ્ણ હથિયાર અને લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી ઘવાયેલા યુવકને સારવાર માટે એસએસજીમાં ખસેડાયો હતો. પાણીગેટ પોલીસે બુટલેગર સહિતના હુમલાખોરોને ઝડપી પાડવાના ઝઘડો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરના ગાજરાવાડી સુએજ પમ્પિંગ રોડ ઉપર રહેતા ગૌતમ સુનીલભાઈ ચુનારા સાત જૂનના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ઘરે ઊંઘતો હતો. ત્યારે તેની પત્ની કાજલબેન ચુનારાએ તેને જગાડી જણાવ્યું હતું કે દશામાના મંદીર પાસે ફોઈના છોકરા ક્રિષ્ના ચુનારા સાથે કોઈ ઝઘડો કરે છે. જેથી ગૌતમ મંદીર પાસે આવેલ જ્યા મુકેશ ઉર્ફે ચેગલો ઉકા ચુનારા તેનો છોકરો નામે ધવલ ચુનારા તથા નીલુ જંયતીવાઘરી ક્રિષ્ના સાથે ઝઘડો કરતા હતા. ક્રીષ્ણા ચુનારા બાઈક લઈને દશામાતાના મંદીર પાસેથી પસાર હતો હતી. દરમિયાન નીલુ વાઘરી રસ્તામાં ઉભો હતો. તેને બાઈક અડી જતા તેણે ક્રિષ્ના સાથે તકરાર કરી હતી. દરમિયાન બુટલેગર ધવલ ચુનાર અને મુકેશ ઉર્ફે ચેગલો પણ ધસી આવ્યા હતા. ત્રણે જણાંએ ભેગા મળી ક્રિષ્ના ચુનારાને માર માર્યો હતો. ગૌતમ ચુનારા તેમને સમજાવવા જતા તેની સાથે પણ ઝઘડો કર્યા બાદ બુટલેગર ધવલ ચુનારાએ છરા, મુકેશ ઉર્ફે ચેગલોએ ધારદાર વસ્તુ તથા નીલુ વાઘરીએ લાકડી વડે હુમલો કર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગૌતમનો ભાઈ કરણ ચુનારા પણ સ્થળ પર આવી ઇજાગ્રસ્તને એસએસજી હોસપીટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. યુવકે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં બુટલેગર સહિત ત્રણ જણા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાં કર્યા છે.