Sevaliya

ગળતેશ્વર તાલુકાના વડામથક સેવાલિયામાં રોડની હાલત ગામડા કરતાં પણ ખરાબ

પ્રગતિ પથનું કામ ખોરંભે, બજારના વેપારીઓ ત્રાહિમામ
લોકોએ હારી થાકી કંટાળીને મામલતદાર ઓફિસમાં નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યુસેવાલિયા: ગળતેશ્વર તાલુકા વડુમથક સેવાલિયા ખાતે આશરે એક વર્ષથી વધુ સમય થવા છતાં પ્રગતિપથનું કામ, અર્બન બેંક lથી સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ એટલે કે ડાકોર, ગોધરા, બાલાસિનોર ત્રણ રસ્તા સુધી નું કામ ખોરંભે પડ્યું હોઈ સેવાલિયા બજારના વેપારીઓ દ્વારા આજરોજ મામલતદાર ગળતેશ્વર હાજર ન હોઇ નાયબ મામલતદારને મામલતદાર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અવધૂત હોટલથી મામલતદાર ઓફિસ સુધી બજારના 200 જેટલા વેપારીઓ નારા પોકારતા મામલતદાર ઓફિસ પહોંચ્યા હતા. આ સાથે વ્યાપારીઓમાં ભાજપના હોદ્દેદારો પણ સહકાર સાથે સામેલ હતા.

તસ્વીર : સંજય શાહ, સેવાલિયા

Most Popular

To Top