સેવાલિયા :
થર્મલ પાવર સ્ટેશન પાસે મુખ્ય નર્મદા કેનાલ પસાર થાય છે. તેમાં 3 વ્યક્તિ નાહવા પડ્યા હતા. આ ત્રણે જણ ડૂબ્યાના સમાચાર મળતા જ આસપાસના ગામમાંથી તેમજ ટીંબાના મુવાડાના ઇલેક્શન દરમિયાન મતદાન છોડી પ્રજા કેનાલ પાસે દોડી ગઈ હતી. સરપંચના ઉમેદવાર રીપલભાઈ પટેલ પણ ત્યાં પોતાનું ઇલેક્શન છોડી અને પહોંચ્યા હતા. સાથે સાથે લોકલ તરવૈયા તેમજ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી છે એવું રીપલભાઈ જણાવે છે.
