સેવાલિયા : ગળતેશ્વર તાલુકાના નેશનલ હાઇવે કઠલાલથી ગોધરા તરફ જવાના માર્ગ પર મોટા ખાડા પડી જતા વાહન ચાલકોના વાહનો ની દુર્દશા થઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. 85 કિલોમીટરના રોડ પરથી પસાર થવા માટે રૂપિયા 240નો ટોલ ટેક્સ થાય છે. સારી સુવિધા મળે, ખાડા વગરનો રોડ મળે માટે હાઇવે પર ટોલ ટેક્સ ભરતા વાહન ચાલકોને ખાડાઓમાંથી વાહન લઈને પસાર થવું પડે છે . જો એક ખાડામાં વાહન પડે તો જંપર અને ગુટકાનું નુકશાન થાય છે. કેટલાય વાહન ચાલકો આ રોડને કારણે મોટા ખર્ચાઓમાં પડી જતા હોય છે. પણ સરકારી તંત્ર જાણે બહેરુ મૂંગું બની ગયું હોય તેવો ઘાટ સર્જાયેલો જોવા મળે છે . રોઝવા બાલાસીનોર રોડ પર મેનનપુરા પાસે જાણે રોડ જ દેખાતો નથી તેવા ખાડા પડી ગયા છે. તેમ છતાંય કોઈ રીપેરીંગ કરવામાં આવતું નથી. તો તે સત્વરે રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ વાહનચાલકો કરી રહ્યા છે. જ્યાં સુધી રોડ રીપેરીંગ ના થાય ત્યાં સુધી ટોલટેક્સ ઉઘરાવવાનો બંધ કરે તેવી પણ માગણી વાહનચાલકો કરી રહ્યા છે. આમ ગળતેશ્વર તાલુકામાંથી પસાર થતા હાઇવે પર મોટામસ ખાડાને કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોઈ વાહન ચાલક સમય સર પહોંચી પણ શકતા નથી