વડોદરા: ગુજરાતમાં આકરી ગરમીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે બાંધકામ સાઈટો પર બપોરે 1થી 4 દરમિયાન કામ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ગુજરાત સરકાર દ્વારા શ્રમિકો સાથે વાતચીત કરી તેમની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. શ્રમિકોની સ્થિતિ જોઈને તેમણે તાત્કાલિક અસરથી આ નિર્ણય લીધો છે.
કલેક્ટરે બિલ્ડરોને શ્રમિકો માટે ઠંડુ પાણી, લીંબુ શરબત અને છાશની વ્યવસ્થા કરવાનું સૂચન કર્યું છે. તેમણે શ્રમિકોની સુરક્ષા માટે હેલ્મેટ સહિતના સાધનોના ઉપયોગની પણ ચકાસણી કરવા પણ જણાવ્યું છે. ગુજરાતના મુખ્ય જિલ્લા સહિતના વિસ્તારની બાંધકામ સાઈટોની મુલાકાત લેવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
કલેક્ટરની સાથે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામક અને બીઓસી ઈન્સ્પેક્ટર પણ હાજર રહી દરેક જગ્યાએ તપાસ કરવા જણાવ્યું છે. જિલ્લા કલેક્ટર રજાના દિવસે પણ બાંધકામ સાઈટોની મુલાકાત લેવા જણાવ્યું છે. શ્રમિકો માટે સુરક્ષાત્મક અને સુવિધાજનક પગલાંની ચકાસણી કરવા ગુજરાત સરકાર દ્વારા સૂચના કલેકટરો ને આપી છે.
