Vadodara

ગરમીથી બીમાર પડવાના 20 દિવસોમાં 80 કોલ 108ને મળ્યા

અતિશય ગરમીના પગલે હીટવેવનો શિકાર બનતા નાગરિકોની સેવા માટે 108ની ટીમ એલર્ટ મોડ પર

વડોદરા, તા.
રાજ્યમાં હાલ હિટવેવ ચાલી રહી છે. ત્યારે ગરમી અને સાથે સાથે પાણીજન્ય રોગને કારણે લોકો બીમારી સપડાઈ રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા 20 દિવસોમાં ગરમીથી બીમાર પાડવાના 80 કોલ 108 ને મળ્યા છે. આગામી દિવસમાં વડોદરામાં ગરમીનો પારો 44 ડિગ્રી જેટલો થયો છે. તેને ધ્યાને રાખીને વડોદરા 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે.
કાળઝાળ ગરમીમાં કોન્ક્રીટના જંગલોમાં નાગરિકો શેકાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા કરતા ગરમીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે.રોજિંદા લું લાગવી, ડીહાઇડ્રેશન, બેભાન થઈ જવું જેવા અનેક કિસ્સાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં નોંધાઇ રહ્યા છે. જ્યારે 108 ઇમરજન્સી વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 20 દિવસમાં 80થી વધુ કિસ્સામાં 108 એમ્બ્યુલન્સને કોલ મળ્યાં છે. જ્યાં ગરમીના કારણે બેભાન થયેલા નગરિકોને હોસ્પિટલમાં ખસેડાયા છે.
હજીતો ગરમીનો પારો સતત વધી રહ્યો છે. આગામી એક સપ્તાહમાં ગરમી હજી વધશે તેવા અણસાર દેખાઈ રહ્યા છે ત્યારે 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે. કોઈ નાગરિક બેભાન થાય કે,અન્ય કોઈ તકલીફ સર્જાય તો તેને તાત્કાલિક સારવાર આપીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવશે.

Most Popular

To Top