ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે ખુલ્લા ખેતરમા એક કુવામાંથી આજથી પાંચેક માસ પહેલા ડીકંપોઝ હાલતમાં પુરૂષની લાશ મળી આવી હતી
દાહોદ:
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે ખુલ્લા ખેતરમાં આવેલ એક કુવામાંથી આજથી પાંચેક માસ પહેલા ડીકંપોઝ હાલતમાં પુરૂષની લાશ મળી આવી હતી. આ મામલે દાહોદ એલસીબી પોલીસ તેમજ ગરબાડા પોલીસની સંયુક્ત ટીમે તપાસનાવે ધમધમાટ આરંભ કરતાં ચોંકાવનારો ગુન્હાના ભેદ પરથી પડદો ઉચકાંતા ચકચાર મચી જવા પામી હતી જેમાં મૃતક વ્યક્તિની પત્નિ ખુદ પોતાના પતિને મારી નાંખવા માટેની સોપારી તેના પ્રેમીને આપી હતી અને પ્રેમી દ્વારા તેના ભાણેજ તેમજ અન્ય ત્રણ જેટલા સાગરીતોની મદદથી મૃતક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી લાશને કુવામાં ફેંકી દેવાના આ બનાવને પગલે પોલીસે મૃતકની પત્નિ, તેના પ્રેમી તેમજ અન્ય બે આરોપીઓ મળી ચારની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હતાં. ત્યારે આ બનાવમાં પોલીસને પણ આરોપીઓ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યાં હતાં.
ગત તા.૨૧મી એપ્રિલ ૨૦૨૪ના રોજ ગરબાડાના બોરીયાળા ગામે દિવાનીયાવાડ ફળિયાના ખુલ્લા ખેતરોમાં આવેલ કુવામાંથી ડીકંપોઝ હાલતમાં ૪૮ વર્ષિય હિમતાભાઈ સુરજીભાઈ મંડોડ (રહે. ગુલબાર, પાટીયા ફળિયા, તા.ગરબાડા, જિ.દાહોદ)નો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે મૃતક હિમતાભાઈના પુત્ર દ્વારા ગરબાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો અને પોલીસે સૌ પ્રથમ લાશનું પીએમ કરાવતાં તેના વિશેરા મોકલી એફએસએલ ખાતે પરીક્ષણાર્થ માટે માકેલવામાં આવ્યાં હતાં જે વિશેરાનું પૃથ્થકર રિપોર્ટ આવતાં જેમાં હિમતાભાઈનું મોત કુવામાં પડ્યાં પહેલાજ થઈ ચુક્યું હોવાનું જણાતાં અને પોલીસને ત્યાર બાદ હત્યાની શંકા જઈ હતી જેથી દાહોદ જિલ્લા પોલીસ વડા ર્ડા. રાજદિપસિંહ ઝાલાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પોલીસે ગરબાડા પોલીસને સાથે સાથે અલગ અલગ ટીમો બનાવી ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા માટે હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેકનીકલ સોર્સના માધ્યમનો ઉપયોગ કર્યાે હતો જેમાં મૃતક હિમતાભાઈના વાલીવારસો તથા લાગતા વળગતા વ્યક્તિઓની યુક્તિ પ્રયુક્તિથી વિશેષ પુછપરછો કરતાં જેમાં હિમતાભાઈ ગુમ થયા તે વખતે સૌથી છેલ્લા સમયે હિમતાભાઈ સાથે તેમનો કુટુંબી રસુલભાઈ મેહીયાભાઈ મંડોડ (રહે. ગુલબાર, ફળિયા, તા.ગરબાડા, જિ.દાહોદ) હોવાનું જણાઈ આવ્યું હતું ત્યારથી પોલીસને તેની ઉપર શંકા ગઈ હતી અને આ મામલે રસુલભાઈની માહિતી મેળવતાં રસુલભાઈને મૃતક હિમતાભાઈની પત્નિ સમુડીબેન ઉર્ફે શર્માબેન સાથે પ્રેમ સંબંધ હોય જેઓ અવાર નવાર મોબાઈલ ફોન પર વાત પણ કરી સંપર્ક પણ કરતાં હતાં. ત્યાર બાદ પોલીસે રસુલભાઈની ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેઓએ પોલીસને તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે, હિમતાભાઈ પોતાની પત્નિ સમુડીબેન સાથે અવાર નવાર ઝઘડો તકરાર કર, મારકુટ પણ કરતો હતો જેથી સમુડીબેને પોતાના પતિ હિમતાભાઈને મારી નાંખવા માટે રસુલભાઈને રૂા.૫૦ હજારની સોપારી આપી હતી. રસુલભાઈએ હિમતાભાઈને મારી નાંખવાનો પ્લાન બનાવી તેના ભાણેજ નન્નુભાઈ ખીમાભાઈ વિજીયાભાઈ અમલીયાર (રહે. ગુલબાર, ફળિયા, તા.ગરબાડા, જિ.દાહોદ) તેમજ અન્ય સાગરીતો ઈશ્વરભાઈ ઉર્ફે ગાંડો બરસીંગભાઈ કાળીયાભાઈ મંડોડ (રહે. ગુલબાર, ફળિયા, તા.ગરબાડા, જિ.દાહોદ) તેમજ અન્ય એક સાગરીત નન્નુભાઈને મળ્યો હતો. નન્નુભાઈ, ઈશ્વરબાઈ અને અન્ય એક નન્ભાઈ નામક વ્યક્તિ મળી ત્રણ ઈસમોએ મૃતક હિમતાભાઈના ગળામાં હિમતાભાઈ ગળે કપડાની આંટી લગાવી તેમજ માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યા બાદ હિમતાભાઈના મૃતદેહને કુવામાંથી ફેંકી નાસી ગયાં હોવાની કબુલાત કરતાં પોલીસે તાત્કાલિક નન્નુભાઈ, ઈશ્વરભાઈ તથા હિમતાભાઈની પત્નિ સમુડીબેની અટકાયત કરી હતી.
———————————-