Dahod

ગરબાડા પોલીસ અને એમજીવીસીએલની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી વીજ ચોરોના જાેડાણો કાપ્યા


દાહોદ તા.૨૪

દાહોદ જિલ્લાની ગરબાડા પોલીસ અને એમજીવીસીએલની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી વીજ ચોરી કરી ગેરકાયદેસર વીજ પુરવઠો વાપરતા અને વીજ બીલ નહિ ભરતા માથાભારે લોકોના ઘરોના વીજ જાેડાણો કાપી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.



દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની સુચના અને માર્ગદર્શન હેઠળ, ગરબાડા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.રાદડિયા સહિતના પોલીસ જવાનો તથા એમજીવીસીએલની ટીમે, ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંયુક્તમાં ઓપરેશન હાથ ધર્યું હતું.

ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરબાડા નગર સહિત અલગ અલગ ગામોમાં માથાભારે અને નામચીન ઈસમોના ઘરોમાં વીજ ચોરી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગેરકાયદેસરના વીજ કનેક્શનો મળી આવતા, એમજીવીસીએલના અધિકારીઓએ ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો વાપરતા માથાભારે ઇસમોના ઘરોના વીજ જાેડાણો કાપ્યા હતા. વીજળીનું બિલ ન ભરતા માથાભારે ઇસમોના વીજ જાેડાણો પણ કાપી નાખ્યા હતા. અને વાયર સહિતનો મુદ્દામાલ કબજે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અને એમજીવીસીએલની સંયુક્ત આ કામગીરીને પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે જાણવા મળ્યાં અનુસાર, આ કામગીરી આવનાર દિવસોમાં વધુ સખ્ત કરવામાં આવનાર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

—————————————

Most Popular

To Top