ગરબાડા તાલુકાના મીનાકયાર ગામે સિંચાઈ તળાવ આવેલું છે જે તળાવમાં હાલમાં પણ પુરતા જથ્થા માં પાણી નો સંગ્રહ છે.આ તળાવમાં સ્થાનીક લોકો માછલીનો ઉછેર કરી રોજીરોટી મેળવે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાછલા ચાર પાંચ દિવસ થી તળાવમાં રહેલી માછલી ઓનાં મોત થવા લાગ્યા. સ્થાનિકો ના જણાવ્યા અનુસાર ચાર પાંચ દિવસ થી તળાવમાં રહેલી મોટી મોટી માછલી મરણ અવસ્થામાં પાણી ની સપાટી પર કિનારે પડેલી દેખવા મળી રહી છે.એક કીલો થી ચાર પાંચ કિલો વજન ની માછલીઓ મરણ અવસ્થામાં માં તળાવના પાણીમાં તરતી જોવા મળી રહી છે.માછલી કયા કારણોસર મરવા લાગી જના કારણે સ્થાનિક માછીમારો ચિંતાતુર બન્યા છે.
ગરબાડા તાલુકાના મીનાકયાર તળાવમાં મોટી મોટી માછલીઓ મરી ગઈ
By
Posted on