Madhya Gujarat

ગરબાડા તાલુકાના પાટાડુંગરી તળાવમાં 11 વર્ષની બાળકીનું ડૂબી જવાથી મોત…

ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામના માળ ફળિયામાં રહેતી ૧૧ વર્ષીય તમન્નાબેન પોતાના ખેતરે કામ કરીને આવતા તેની બે બહેનપણીઓ સાથે નાહવા માટે પાટાડુંગરી તળાવમાં ગઈ હતી જ્યાં 11 વર્ષીય તમન્નાબેન પટાડુંગરી તળાવના પાણીમાં ડૂબી જતા તેની બહેનપણીઓ દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી, બૂમાબૂમ કરતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તમન્નાબેનની પાટાડુંગરી તળાવમાં શોધખોળ કરી હતી આખરે 15 મિનિટ ની શોધ ખોળ બાદ તમન્નાબેન મળી આવી હતી જેને સારવાર માટે ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 108 ની મદદથી લાવવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબી દ્વારા બાળકીને મૃત જાહેર કરતા બાળકીના પરિવારમાં ગમગમી છવાઈ ગઈ હતી.

Most Popular

To Top