Dahod

ગરબાડામાં બે સ્થળે એક ૬૦ વર્ષિય વૃધ્ધા અને એક યુવક ઉપર દિપડાનો હુમલો



દિપડાના આતંકને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો



દાહોદ તા.૧૦

દાહોદ જિલ્લાના ગરબાડાના છરછોડા ગામે એક ૬૦ વર્ષિય વૃધ્ધ મહિલા પર અને ગરબાડાના દાદુર ગામ ખાતે એક ૪૦ વર્ષિય યુવક પર વન્ય પ્રાણી દિપડાએ હિંસક હુમલો કરતાં ગંભીર ઈજાગ્રસ્ત બંન્ને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર વન્ય પ્રાણી દિપડાના આતંકને પગલે ગ્રામીણ વિસ્તારના લોકો અને ખાસ કરીને જે જંગલની આસપાસના ગ્રામીણ વિસ્તાર છે તે વિસ્તારના લોકો ભયના માહૌલ વચ્ચે જીવન ગુજારી રહ્યાં છે. અવાર નવાર ભુતકાળમાં પણ દિપડાના આતંકને પગલે કેટલાંક લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યાં છે. તો ઘણા લોકો દિપડાના હુમલાને પગલે ઈજાગ્રસ્ત પણ થયાં છે. ત્યારે આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં આજરોજ ગરબાડાના છરછોડા ગામે એક ૬૦ વર્ષિય વૃધ્ધ મહિલા પર દિપડાએ ઓચિંતો હુમલો કરતાં મહિલાએ વૃધ્ધ મહિલાએ બુમાબુમ કરી મુકી હતી. મહિલાના અવાજથી પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યાં હતાં ત્યારે લોકોને આવતાં જાેઈ દિપડો ભાગી ગયો હતો. ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. ત્યારે બીજી તરફ ગરબાડાના દાદુર ગામે પણ દિપડાના હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં દાદુર ગામે રહેતાં એક ૪૦ વર્ષિય યુવક પર દિપડાએ હુમલો કરતાં ઈજાગ્રસ્ત યુવકને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ બંન્ને બનાવ અંગેની જાણ સ્થાનીક વન વિભાગને થતાં તેઓ દ્વારા દિપડાને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરી છે.

હાલ જ્યારે ઉનાળાનો સમય છે. ત્યારે વન્ય પ્રાણી અને તેમાંય ખાસ કરીને દિપડાઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની શોધમાં ગ્રામીણ વિસ્તાર તરફ પ્રયાણ કરતાં હોય છે. આવા સમયે વન વિભાગની ટીમ દ્વારા દિપડાઓ અને વન્ય પ્રાણીઓને પાણી મળી રહે તે માટે જંગલ વિસ્તારમાં આવેલ હવાડાઓમાં પાણીની પુરતી વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ગ્રામીણ વિસ્તારના લોકોમાં ઉઠવા પામી છે.

——————————————-

Most Popular

To Top