Dahod

ગરબાડાના પાટીયા ગામેથી ૧૭ વર્ષિય સગીરાનું યુવક અપહરણ કરી ગયો

દાહોદ :

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયા ગામેથી એક ૧૭ વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, પત્નિ તરીકે રાખવા સારૂ એક યુવક અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

દાહોદ તાલુકાના દશલા ગામે વિશ્રામીયા ફળિયામાં રહેતો કરણભાઈ હરેશભાઈ સંગાડાએ ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષિય સગીરાને પત્નિ તરીકે રાખવા સારૂ પટાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી ગત તા.૦૧ માર્ચના રોજ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————-

Most Popular

To Top