ગરબાડા :
ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામના એક કૂવામાં પડી ગયેલા શિયાળને વન વિભાગે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યું હતું. ગરબાડા ફોરેસ્ટ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ અને ખાસ કરીને દીપડાની સંખ્યા નોંધપાત્ર જોવા મળતી હોય છે જેમાં વન્ય પ્રાણીઓ ખોરાક અને -પાણીની શોધમાં માનવ વસ્તી તરફ ધસી આવવાની ઘટનાઓ અવારનવાર છે. ત્યારે ગત મધ્ય રાત્રીના સમયે આવી જ રીતે એક શિયાળ પાટીયાઝોલ ગામે એક કૂવામાં પડ્યું હોવાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનોએ આવી ગરબાડા ફોરેસ્ટ વિભાગના આર.એફ. ઓ એમ. એલ બારિયા (વન વિભાગને )કરી હતી.વન વિભાગ ઘટના સ્થળે પહોંચી કૂવામાંથી શિયાળનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી.મહા મુસીબતે શિયાળ ને ગ્રીન ભેટીને દ્વારા બહાર કાઢ્યું હતું.વન વિભાગ ના કર્મચારીઓએ શિયાળ ને જંગલ વિસ્તારમાં છોડી મૂક્યું હતું.
ગરબાડાના પાટીયાઝોલ ગામે કૂવામાં પડેલા શિયાળને વન વિભાગે બહાર કાઢ્યું
By
Posted on