Vadodara

ગત સોમવારે કોયલી સ્થિત (IOCL)ગુજરાત રિફાઇનરીમાં લાગેલી વિકરાળ આગમાં બે કર્મચારીઓના મૃત્યુ..

ગત સોમવારે કોયલી સ્થિત આઇઓસીએલ ગુજરાત રિફાઇનરીમા બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમા બે પ્રચંડ ધડાકા સાથે લાગેલી વિકરાળ આગમાં બે કર્મચારીઓ નાં મૃત્યુ નિપજતા તેઓના મૃતદેહ નું એસ એસ જી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થશે જ્યારે બીજી તરફ મૃતકોના પરિજનો સહિત આસપાસના લોકોમાં રિફાઇનરી ના તંત્રની બેદરકારી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. મૃતકના પરિજનો તથા અન્ય લોકો ન્યાયની માંગણી સાથે રિફાઇનરી ગેટ પાસે ધરણાં પર બેસી ગયા છે

જ્યારે લોક આક્રોશને ધ્યાનમાં રાખીને એસ.એસ.જી.હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ ખાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મૃતકોના નામ :- ૧) ધીમંતભાઇ મકવાણા, ૨)શૈલેષભાઇ મકવાણા

સમગ્ર ઘટનામાં ફાયર કર્મી અનિરુદ્ધ સિંહ ઝાલા પણ દાઝ્યા હતા, તેઓ પણ સારવાર હેઠળ છે.મૃતકના પરિજનોએ વહેલી તકે વળતર ની સાથે ન્યાય અંગે માંગ કરી છે ગામના લોકો પણ મૃતકના પરિજનો સાથે ધરણાં પર બેસી ગયા છે

Most Popular

To Top