મુંબઈ બાદ સંસ્કારી નગરી વડોદરામાં બીજા સૌથી મોટા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે

ગણેશોત્સવ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ સંસ્કારી નગરી વડોદરાના કલાકારો દ્વારા પણ શ્રીજીની પ્રતિમાઓ ને આખરી ઓપ આપવાની કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે. કલાકારો દ્વારા વિધ્નહર્તા દૂંદાળા દેવ ની પ્રતિમાઓને રંગ,સજાવટ સહિત ની કામગીરી રાત દિવસ કરવામાં આવી રહી છે.

મુંબઈ બાદ વડોદરા શહેરમાં પણ ગણેશ ઉત્સવની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ મંડળો દ્વારા ગણપતિની આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે તેમજ વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ખોપકર મૂર્તિ આર્ટ ના મોહિત ભાઈ દ્રારા છેલ્લા 80 વર્ષ થી નાની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે અને આ વર્ષે તેવો દ્રારા 500થી વધુ ગણપતિની મૂર્તિઓ બનાવવામાં આવી છે આ મૂર્તિકાર દ્રારા ઈકો ફેન્ડલી શ્રીજી ની મૂર્તિઓ બનાવે છે જેમાં ધર માં સ્થાપના કરતા ગણેશ ભક્તો ના ઓર્ડર મુજબ બનાવી આપે છે આ વર્ષે તેવો દ્રારા વિવિધ પ્રકારની પ્રતિમાઓ બનાવામાં આવી છે અને હવે ગણેશ ઉત્સવ ને લઈને ગણેશ ભક્તો ના ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે મૂર્તિકારો દ્રારા શ્રીજીની પ્રતિમાઓ આખરી ઓપ આપતા નજરે પડ્યા હતા.
વડોદરામાં ગણેશોત્સવની તૈયારીનો વિવિધ ગણેશ મંડળો દ્વારા છ મહિના અગાઉ થી જ શરૂ થઇ જાય છે. શહેરના કલાકારોને અગાઉથીજ વિવિધ થીમ આધારિત શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરવાનો ઓર્ડર આપી દેવામાં આવે છે બીજી તરફ શહેરના કલાકારો પણ ભાવનગર અને વિવિધ જગ્યાઓએ થી માટી, રંગ રોગાન, ઘાસ સહિતના રો મટીરીયલ ટ્રાન્સપોર્ટ દ્વારા મંગાવી છ મહિનાથી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં લાગી જતાં હોય છે અને જેમ જેમ શ્રીજી મહોત્સવ નજીક આવતો જાય છે તેમ તેમ છેલ્લે પ્રતિમાઓને રંગ, શણગાર ના આખરી ઓપ ની કામગીરી કરવામાં આવે છે કારણ કે વરસાદ ને કારણે પ્રતિમાઓના રંગ સુકાતા વાર લાગે છે તથા શણગાર માટે પણ સમય લાગતો હોય છે.