શનિવારે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ પૂરાં થતાં પોલીસે ફર્ધર રિમાન્ડ ની માંગણી કરી હતી જેને કોર્ટે નામંજૂર કરતાં આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલાયા
(પ્રતિનિધિ) વડોદરા તા 30
ગત સોમવારે મોડી રાત્રે ત્રણ વાગ્યે વોર્ડ નં 17 માંજલપુરના શ્રીજીની આગમનયાત્રા દરમિયાન શહેરના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનથી માંડવી તરફ જતી નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજીની આગમનયાત્રા પર ઇંડા ફેંકવાની ઘટના બની હતી. આ ઘટનામાં સિટી પોલીસ સ્ટેશનમાં એફ આઇ આર નોધાઇ હતી. જેમાં પોલીસે તાત્કાલિક એક સગીર સહિત બે પુખ્ત આરોપીઓની અટકાયત કરી હતી. ત્યારબાદ તપાસમાં ચાર વધુ નામો બહાર આવ્યા હતા. આ ઘટનામાં પ્રથમ તબક્કામાં પકડાયેલા શાહનવાઝ મહંમદ ઇર્શાદ કુરેશી રહે.વાડી તથા સુફિયાન ઉર્ફે ગામા સલીમ મંન્સુરીના ત્રણ દિવસ ના રિમાન્ડ શનિવારે પૂરાં થતાં હોય પોલીસે આરોપીઓને અત્રેની અદાલતમાં રજૂ કરી વધુ પૂછપરછ તપાસ માટે ફર્ધર રિમાન્ડ ની માંગણી કરી હતી. જે નામંજૂર કરવામાં આવતા બંને આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે ગત સોમવારે મોડી રાત્રે વાડી ખાનગાહ મોહોલ્લામા માસુમ ચેમ્બર્સ ના પાર્કિગમાં માફિયા ગેગની મિટિંગ યોજાઇ હતી. આ માફિયા ગેંગના એડમીન જૂનેદ સિંધી હોવાનું બહાર આવતાં તેને મુખ્ય આરોપી તરીકે જાહેર કરાયો છે. આ ઘટનામાં મિટિંગ દરમિયાન જૂનેદ ઉર્ફે મોટો મગર હનિફ મલેક અને જાવીદ ઉર્ફે નાનો મગર બંનેની સિટી પોલીસે ગુરુવારે અટકાયત કરી હતી. જેમાં તેઓની પૂછપરછ દરમિયાન મુખ્ય સૂત્રધાર જૂનેદ સલીમ સિંધી,સમીર શેખ ઉર્ફે બંગાળી,સલીમ મંન્સુરી અને અનસ કુરેશી પણ મિટિંગ દરમિયાન પ્લાન તૈયાર કરતી વખતે હાજર હોવાનું બહાર આવ્યું હતું. જેમાં બે આરોપી સગા ભાઇઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના કસ્ટોડિયલ ઇન્ટરોગેશન માટે રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેમાં અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.સમગ્ર મામલે સિમીના સ્લિપર સેલની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. જેમાં હજી અન્ય આરોપીઓના નામ ખુલે તેવી શક્યતા છે.
શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના ગુનામાં વધુ એક આરોપી સલમાન ઉર્ફે ગધો ઝડપાયો :

પાણીગેટ માંડવી રોડ ઉપરથી પસાર થઈ રહેલા નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ ઉપર પાંચ ઈંડા ફેંકીને શહેરની કોમી શાંતીને ડહોળવાનું કાવતરું રચ્યું હતું. જે અંતર્ગત ગુનાના કામે વિવિધ આરોપીઓને અગાઉ ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બાદ આજરોજ સિટી પોલીસે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ અને ઓબ્ઝર્વેશનના આધારે પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરતા તેઓ સાથે પૂર્વ નિર્ધારિત કાવતરામાં જોડાયેલા અન્ય એક આરોપી મદાર માર્કેટની બાજુની ગલી યુવા દુકાન પાસે હબીબ મન્સૂરીની ચાલીમાં રહેતો સલમાન ઉર્ફે ગધો મોહંમ્મદ હુસેન ઉર્ફે લાલાભાઇ મન્સૂરીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.