Vadodara

ગણપતિની મૂર્તિનું વિસર્જન કૃત્રિમ કુંડમાં તો તાજીયાનું વિસર્જન તળાવમાં કેમ?

*પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા હિન્દુઓના તથા અન્ય ધર્મના તહેવારોમાં વ્હાલાં દવાલાની નીતિઓ અપનાવાતી હોવાના આક્ષેપો સાથે વિશ્વ હિન્દુ પરિષદ તથા તથા બજરંગદળ સંયોજક દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર સાથે રજૂઆત કરાઇ*


*દશામાં,ગણપતિ વિસર્જન માટે પર્યાવરણની વાત કરી ફરજિયાત કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાવાય છે જ્યારે તાજીયા વિસર્જન માટે સરસિયા તળાવમાં પરવાનગી કેમ?*

*રામનવમી, હનુમાન જન્મોત્સવ તથા દશામાં અને ગણેશોત્સવમા ડી.જે.વગાડવા માટે સમય મર્યાદા છે તે જ રીતે તાજીયા જુલુસ માટે પણ નિયમ હોવો જોઈએ*


(પ્રતિનિધિ) વડોદરા તા. 16



ભારતીય સંવિધાનમાં દરેક નાગરિકને પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર અને ધાર્મિક ઉત્સવો ઉજવવા માટેના બંધારણીય હક્કો આપેલા છે. જે બાબતે તમામ ધર્મોના અનુયાયીઓને સમાન રીતે બંધારણીય હક્કો ભોગવવાની છૂટ-છાટ હોવી જોઈએ, તેના અનુસંધાનમાં પોલીસ તંત્ર દ્વારા વ્હલાં-દવલાની નીતિરીતિ અપનાવી હિન્દુઓના ધાર્મિક તહેવારોને નિશાન બનાવી કાયદાનો કોરડો વિઝી હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યાનોવડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા આક્ષેપો સાથે શહેર પોલીસ કમિશનર ને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યા મુજબ, રામ-નવમીની શોભાયાત્રા દરમ્યાન સવપુરા પોલીસ દ્વારા રાત્રે 10:30 કલાકે ડી. જે સાઉન્ડ જમા કરી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જ્યારે બીજી બાજુ મુસ્લિમ બિરાદરોના તાજિયાના આગમન જુલૂસમાં રાત્રિના 10:30 થી 11:30ના સમય દરમ્યાન વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડી.જેના તાલે મુસ્લિમ બિરાદરો પિટની રમતા જોવા મળેલ હોવા છતાં પોલીસ તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેની સામે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર સખત વિરોધ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે સાથે જ એક તરફ પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વડોદરાના ઐતિહાસિક સૂર-સાગર તળાવમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન બંધ કરાવી, કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવેલ છે, તેની સામે વિશ્વ હિન્દુ પરિષદનેકોઈ વાંધો નથી પરંતુ પર્યાવરણના મુદ્દે વડોદરા મહાનગરના ઐતિહાસિક સરસિયા તળાવમાં મુસ્લિમ બિરાદરોના તાજિયાનું વિસર્જન પ્રતિબંધિત કરવામાં આવેલ નથી. પર્યાવરણના મુદ્દે વડોદરા મહાનગરના ઐતિહાસિક સરસિયા તળાવને તાજિયા વિસર્જનથી મુક્ત કરી પ્રદૂષિત થતું અટકાવવાની કોઈ યોજનાનો વિચાર માત્ર કરવામાં આવેલ નથી, જે અત્યંત દુ:ખદ છે. અને જેની સામે વિશ્વ હિન્દુ પરિષદ સખત વિરોધ વ્યક્ત કર્યો છે વડોદરાના ઐતિહાસિક સૂર-સાગર તળાવમાં પ્રદૂષણના બહાના હેઠળ ગણેશજીની મૂર્તિ વિસર્જન વિધિ પર પ્રતિબંધ મુકી કૃત્રિમ તળાવની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે, ત્યારે વડોદરા મહાનગરના ઐતિહાસિક સરસિયા તળાવમાં મુસ્લિમ બિરાદરોના તાજિયાના વિસર્જન પર પ્રતિબંધિત કયા કારણો-સર મુકવામાં આવેલ નથી, જે પોલીસ પ્રશાસનની વ્હલા- દવલાની નીતિને ઉજાગર કરે છે. આગામી સમયમાં વડોદરા મહાનગરના ઐતિહાસિક સરસિયા તળાવને મુસ્લિમ બિરાદરોના તાજિયાના વિસર્જનથી મુક્ત કરી પ્રદૂષણ મુક્ત કરવામાં આવે તે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા માંગ કરાઇ છે.


Most Popular

To Top