Vadodara

“ગડકરી સર…” સહિત કોઈએ ચેતવણીના ટ્વીટ પર ધ્યાન આપ્યું નહીં…. આજે 18 જીવનની ચીખ બની રહ્યું…

વડોદરા: પાદરાના ગંભીરા બ્રિજ તૂટી પડવાથી 18 લોકોને જીવ ગુમાવવો પડ્યો, જ્યારે આજે ત્રીજા દિવસે પણ રેસ્ક્યું કામગીરી ચાલુ છે. દુઃખદ વાત એ છે કે, આ દુર્ઘટનાને લઈને થોડા મહિનાઓ પહેલાં જ અનેક લોકોએ નેતાઓને જર્જરીત બ્રિજ અંગે ચેતવણી આપવામાં આવી હતી, પણ તંત્ર નિદ્રાધીન રહ્યું. તમામની રજૂઆતોની અવગણના થઈ.

6 મે 2023ના રોજ સ્નેહલ પટેલ નામના ટ્વિટર યુઝરે ગંભીરા બ્રિજની જર્જરીત હાલત દર્શાવતા ફોટા અને વીડિયો શૅર કર્યા હતા. તેમણે પોતાના ટ્વીટમાં નીતિન ગડકરી, હર્ષ સંઘવી, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયને પણ ટૅગ કરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સંબોધી લખ્યું, “गडकरी सर आपके काम को हम भारतीय और पूरी दुनिया मानाती हे राष्ट्रीय मार्ग बने वो वो बहुत ही अच्छे पर उसपे जाने के लिए राज्य के मार्ग भी अच्छे होने जरूरी है लिए भी कुछ सोचना चाहिए”. પણ દુરભાગ્યે, એ ચેતવણીની કોઈ અસર થઈ નહિ. સરકારના અધિકારીઓ કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક તજવીજ ન કરાઈ. પરિણામે આજે એક ભયાનક દુર્ઘટનામાં 18 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા.

Most Popular

To Top