ઝુ માં રાખેલા હરણોને ઉંચા સ્થળે ખસેડાયા…
ગત રોજ પડેલા વરસાદે વડોદરા શહેર અને જિલ્લામાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે લોકોમાં એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે ક્યાંક ઘરમાં પાણી ઘૂસ્યા તો ક્યાંક ખાડા પડ્યા અને ક્યાંક તો મોટા ભૂવા પડિયા જેનાથી જન જીવન ઠપ થઈ ગયું છે અને નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આજવા સરોવરમાં પણ પાણી ભરપૂર ભરાતા ૬૨ દરવાજા ખોલવામાં આવ્યા છે અને એ પાણી શહેરના વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હોવાથી વિશ્વામિત્રી ની આસ પાસ ના રહેણાક વિસ્તાર ને ખાલી કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદી માં આજવા નું નીર આવતા વિશ્વામિત્રી પણ છલકાઈ રહી છે ત્યારે શહેરના કમાટી બાગ માં પણ વિશ્વામિત્રી નદી ના પાણી ભરાવા લાગતાં હરણ ને કમાટી બાગ ના ઉચી જગ્યા એ ખસેડવામાં આવ્યા છે જેથી વન્ય પ્રાણી જે કમાટી બાગ માં છે તેઓ ને કોઈ નુકસાન નાં થાય.