નઘરોળ તંત્રના કારણે હવે ફરીથી દીવાલ તોડવાની ફરજ પડશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.14
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વાહનોની અવર-જવર રોકવા માટે તંત્ર દ્વારા બ્રિજ પર તંત્રે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. દીવાલ ચણી નાખી પણ રેસ્ક્યુ વાહનો અંદર રહી ગયા છે.
ગંભીરા બ્રિજ પર હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 20 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ પણ નરસિંહપુરા ગામના ગુમ વિક્રમ રમેશ પઢિયારને શોધવા માટે બચાવ કામગીરી ચાલુ છે. ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે બચાવ ટીમો રબર બોટ અને અન્ય જરૂરી સાધનોનો ઉપયોગ કરીને શોધખોળ કરી રહી છે. નાના વાહનોના કાટમાળને પણ નદી કિનારે ખેંચી લેવામાં આવ્યા છે. પોલીસ, આર એન્ડ બી અને અન્ય એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે. વડોદરા જિલ્લાના અણગઢ તંત્રનો ફરી એક વખત બોલતો પુરાવો સામે આવ્યો છે. આરએન્ડબી વિભાગે વાહનોની અવર જવર રોકવા માટે ગંભીરા બ્રિજ પર દીવાલ ચણાવી દીધી છે. રેસ્ક્યુ કરનાર વાહનો અંદર હોવા છતાં દીવાલ ચણી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. નઘરોળ તંત્રના કારણે હવે ફરીથી દીવાલ તોડવાની ફરજ પડશે.