પ્રતિનિધિ આણંદ તા 1
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચના બાદ નિષ્ણાંતોની ટીમનુ ઘટનાસ્થળે ડ્રોન ધ્વારા નિરિક્ષણ
મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પોરબંદરની ટીમ દ્વારા કામગીરી આરંભી
ગંભીરા બ્રિજની દુર્ઘટના ગત 9 જૂલાઇની વહેલી સવારે બની હતી. ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને શુક્રવારે 1 ઓગસ્ટે 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે . હતા.હાલ ગંભીરા બ્રિજ પર લટકી રહેલું ટેન્કર ઘણા દિવસોથી ચર્ચામાં રહ્યું છે . ટેન્કર આટલા બધા દિવસોથી લટકતું હોવાથી જટિલ મુદ્દો બન્યો છે. છેવટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટેન્કર વહેલી તકે બ્રિજ પરથી હટાવવા આણંદ જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓને કડક સુચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી શુક્રવારે સવારથી નિષ્ણાંતોની ટીમ ટેન્કર હટાવવા માટે તૈયારીઓ શરૂ કરી છે. કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે ડ્રોન મારફતે અધિકારીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.